મહાવિતરણની મુશ્કેલ નાણાકીય સ્થિતિઓને દૂર કરવા, વીજળીના થકબાકી બિલોની વસૂલાત ૩૦ મી જૂન સુધીના નિર્ધારિત ઉદ્દેશ્યને પૂર્ણ કરો એવો આદેશ મહા વિતરણના વાણિજ્ય સંચાલક સતીષ ચવ્હાણ એ કલ્યાણ પરિમંડળના અધિકારીઓને વિજળી બિલ વસુલાતની સમિક્ષા બેઠક દરમિયાન આપ્યો. આ બેઠકમાં કલ્યાણના મુખ્ય અભિયંતા દિનેશ અગ્રવાલ, ઈજનેર સુનિલ કાકડે, સહીત અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા.વર્તમાન વીજળી બિલો અને થકબાકી મળીકુલ વસૂલાતનો ધ્યેય કુલ રૂ.૧૧૨૦ કરોડ આપવામાં આવ્યો હતો. જો કે, છેલ્લા પાંચ દિવસ બાકી રહે છે, જ્યારે ૪૭૪ કરોડની વસૂલાત કરવામાં આવી છે.જૂનના અંત સુધીમાં આ રકમ વસુલી કરવા નિર્દેશ આપ્યો હતો.
કલ્યાણ પરિમંડળમાં કલ્યાણ એક અને બેમાં વસઈ,પાલઘર મંડળ મળી સવૅ ૧૪ લાખ ૪૮ હજાર ગ્રાહકો પાસે ચાલુ તથા થકબાકી પેટે ૭૩૯ કરોડ બાકી છે તેમાં નવેમ્બર -૨૦૨૦ થી કોઈ વીજળી બિલો ભરેલા નથી તેવા ૫૫ હજાર ૪૭૦ ગ્રાહકો તેની થકબાકી રૂ. ૩૪ કરોડ છે.
જ્યારે સ્ટિટ લાઈટો અને પાણી પુરવઠા યોજનાઓના થકીત બિલો ભરવા વિશે વિત્ત આયોગના અનુદાન માથી પ્રાથમિકતા આપવા સરકાર એ હાલમાં પરિપત્ર કાઢેલ છે ,સંબંધિત ગ્રામ પંચાયતોનો સંપર્ક કરી ૧૨૭ કરોડ સ્ટિટ લાઈટ અને પાણી પુરવઠા યોજનાઓના ૪ કરોડ ૮૧ લાખ ની થકબાકી વસુલવા અધિકારીઓ ને નિર્દેશ આપ્યો હતો.
આ બેઠકમાં કલ્યાણના તમામ એક્ઝિક્યુટિવ, વધારાના અને ઉપ-શિક્ષણ ઇજનેરો પ્રત્યક્ષમાં તથા વસઈ,પાલઘરના ઓન લાઇન બેઠકમાં હાજર હતા.



