કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાંના સર્વે પ્રકારના વેપારીઓને તેમની દુકાનો નિયમિત ખોલવાની છૂટ આપવામાં આવી છે આ અંગેનો આદેશ આજે મનપા કમિશનર ડૉ.વિજય સૂર્યવંશીએ બહાર પાડ્યો છે આ આદેશ મા ૨૧ જૂનથી ૨૭ જૂનની રાત્રે ૧૨ વાગ્યા સુધીનો છે.
કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા વિસ્તારમાં નો પોઝિટિવ દર અને બેડ ઓક્યુપેશનમા ધટાળો થતા ૧૭ જૂનના રોજ અઠવાડિયુ પુરુ થતાં પોઝિટિવ દર લેવલ-૧ ની બોર્ડર નજીક આવતાં આપણા વિસ્તારમાં લેવલ-૨ લાગુ કરવાની માન્યતા મળી છે. લેવલ-૨ પ્રમાણે આપણી મનપા વિસ્તારમાં નિચે પ્રમાણે ની છૂટ આપી છે.
મનપા વિસ્તારમાં સર્વ પ્રકારની દુકાનો, સંસ્થાનો, ઓફીસો ને ૨૧જૂનથી નિયમિત ખોલવાની છૂટ આપી છે. જ્યારે મોલ, થિયેટર, મલ્ટિપ્લેક્સ, ચિત્રપટ ગૃહ, નાટ્ય ગૃહ ને ૫૦ ટકાની ક્ષમતા સાથે શરુ રાખવાની છૂટ છે.
હોટલ રેસ્ટોરન્ટ ને ૫૦ ટકાની ક્ષમતા સાથે ભોજન પીરસવાની છૂટ આપી છે.લોકલ ટ્રેન માં આવશ્યક અને વૈદકીય સેવા ને પરવાનગી છે. સાર્વજનિક સ્થળો,મૈદાનો, ચાલવા તેમજ સાયકલ માટે નિયમિત ઉપયોગ કરવાની છૂટ છે.ખાનગી કચેરીઓ સંપૂર્ણ ખુલ્લી રાખી શકાશે, સરકારી કચેરીઓ ૧૦૦ ટકા શરુ રહેશે, રમવાના મૈદાનો દિવસભર શરુ રહેશે અને શુટિંગ નિયમિત રીતે કરવાથી છૂટ આપી છે.
લગ્ન સમારંભ હોલની ક્ષમતાના ૫૦ ટક અને વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિની મર્યાદા છે. રાજકીય, સામાજિક, મનોરંજન સમારંભમાં ૫૦ ટકા ક્ષમતા પ્રમાણે શરુ રહેશે. મેળાવળાઓ, ચૂંટણી,સર્વ સાધારણ સભા ૫૦ ટકા ક્ષમતા મર્યાદિત કરાઈ છે. બાંધકામ,કૃષી, ઈ - કૉમસૅ નિયમિત શરુ રાખવાની છૂટ છે જમાવ બંધી શરુ રહેશે.જીમ, સલૂન, બ્યુટી પાર્લર,સ્પા, વેલનેસ સેન્ટર ૫૦ ટકાની ક્ષમતા પ્રમાણે શરુ રાખી શકાશે. સાર્વજનિક વાહતુક ૧૦૦ ટકા ચાલુ રહેશે.માલ વાહતુક, ઉત્પાદન,નિર્યાત નિયમિત ચાલુ રહેશે. એક જીલ્લા માથી બીજા જીલ્લા માં નિયમીત પ્રવાસીઓ જઈ શકશે પરંતુ લેવલ-૫ મા જવા માટે ઈ-પાસ જરૂરી છે



