રાજ્યમા શિવસેના, રાષ્ટ્રવાદી,અને કૉંગ્રેસની મહા વિકાસ આધાડીની સરકાર એક સાથે કામ કરે છે ત્યારે થાણા મહાનગરપાલિકામા સત્તાધારી શિવસેના વિરોધકોનો અવાજ દબાવતી હોવાનો આક્ષેપ મિત્રપક્ષોએ કર્યો છે. રાષ્ટ્રવાદી અને ભાજપાએ ગઈ કાલે એકસાથે આવી શિવસેના ના કારભાર ના વિરોધમાં ડાયરેક મનપા કમિશનર ને નિવેદન આપ્યું અને થાણા મનપા એક પ્રાઇવેટ લિમિટેડ કંપની થઈ હોવાનોઆરોપ આ સમયે રાષ્ટ્રવાદી અને ભાજપના નગર સેવકોએ કર્યો.
રાષ્ટ્રવાદી ના નગર સેવક નજીબ મુલ્લા સહીત અનેક નગર સેવકો કમિશનર ની મુલાકાતે ગયા હોવાનું જાણવા મળ્યું નથી નિવેદન આપવામાટેભાજપની સાથે રાષ્ટ્રવાદી ના નગર સેવક જવાના હોવાની જાણ થતાં મુલ્લા અને અન્ય નગર સેવકોએ જવાનો ઇન્કાર કરી દિધો
પાછલા કેટલાક દિવસથી વિરોધીપક્ષ નેતા શાનૂ પઠાણ એ સત્તાધારી શિવસેના ના વિરોધમાં મોરચો ખોલી નાળા સફાઈ, વાવાઝોડા મા પડેલા વૃક્ષો અથવા કોરોના ના પેશન્ટોને ઓક્સિજન પુરવઠા ના મુદ્દે પઠાણ એ શિવસેના પર ટીકા કરવાની એક પણ તક છોડી નોહતી.ભાજપ સદસ્યોનો અવાજ દબાવવા નો તેમણે દાવો કર્યો તેથી ભાજપ નગર સેવકોમા નારાજગી છે મહાસભામાં નગર સેવકોનો અવાજ દબાવવા મા આવી રહ્યો હોવાનો આરોપ ભાજપ સાથે બંન્ને કૉંગ્રેસ ના નગર સેવકોએ કર્યો.હમ કરેસો કાયદા પદ્ધતિઓ અપનાવી શિવસેના પ્રશાસન ને હાથ પર લઈ હુકમશાહી કારભાર કરતી હોવાનું મિત્ર પક્ષોનુ કહેવુ છે.આ સંદર્ભે કમિશનર ને નિવેદન આપવામાં આવેલ હોઈ તેના ઉપર યોગ્ય નિર્ણય નહી લેવાય તો મહા સભાના દિવસે સભાગૃહની બહાર બેસી આંદોલન કરીશુ તેવી ચેતવણી આપવામાં આવી છે થાણા મનપા ચૂંટણી મહા વિકાસ આધાડીને સીટ વિતરણ કરવી અશક્ય દેખાતી હોઈ મહાનગરપાલિકા ચૂંટણીમાં શિવસેના વિરોધમાં સવૅ પક્ષ લડત થવાની પુરેપુરી શક્યતા વતૉય છે