કલ્યાણ શહેરમાં ટ્રાફિક ની દૃષ્ટિ એ મહત્વનો ઠરનારો અને નાગરિકો ને ટ્રાફીક સમસ્યામાંથી છુટકારો અપાવનાર પુલ આવતા અઠવાડિયાથી વાહનો માટે ખુલ્લો મુકવા માટે તૈયાર છે.પાછલા પાંચ વર્ષથી તેનુ કામ ચાલી રહ્યું હતું આપુલની બે લાઈનોનુ કામ પૂર્ણ થયું છે અને છેલ્લે રંગ રંગોટીનુ કામ તથા કોલીટી કંટ્રોલ મારફત તેની તપાસણી કરી પુલની બંન્ને તરફના જોડાણનુ કામ હાથ ધરવામાં આવશે અને આવનારા આઠેક દિવસમાં આ પુલ વાહનોની અવર જવર માટે ખુલ્લો મુકવામાં આવશે.હજુ પુલના ઉદ્દઘાટન ની તારીખ જાહેર કરવામાં આવી નથી પરંતુ વહેલીતકે પુલનુ કામ પૂર્ણ થતાં વાહન ચાલકો ને દિલાસો મળવાનો છે.
કલ્યાણ શહેરના પ્રવેશ દ્વાર એવા દુગૉડીચૌકમા ગોવિંદ વાડી બાયપાસ શરુથયા બાદ બોટલનેક તૈયાર થતાં ગોવિંદ વાડી બાયપાસ પરથી આવનાર વાહનોને જગ્યાપરજ વળાંક લેવો પડતો તેથી વાહનોનો વેગ ધટી જાય છે અને તેથીપહેલાં વાહનો મા વધારો અને પુલ સાકડો હોવાથી ૨૦૧૬મા આપુલના સમાંતર હજુએક છ લાઈનનો પુલ બનાવવાનું એમએમઆરડીએના ફંડ માથી સમાંતર પુલ નુ કામ શરૂ કરવામાં આવ્યું હતું.