ઉલ્હાસનગરમાં ગઈ કાલે રાત્રે એક ચાર માળની ઇમારતનો સ્લેબ તુટીપડતા તેના કાટમાળ નીચે દબાઈ ૭ લોકોનાં મોત નીપજ્યાં છે.તેમા એકજ પરિવારના ચાર સભ્યો નો સમાવેશ થાય છે. સાઇ સિદ્ધિ બિલ્ડિંગના ચોથા માળેથી સ્લેબ સીધો ગ્રાઉન્ડ ફ્લોર સુધી તુટી પડ્યો હતો. કેટલાક લોકો આ બિલ્ડિંગના કાટમાળમાં ફસાઈ ગયા હતા, થાણે મહાનગર પાલિકાની ટીડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમ સહિત રાહત કામગીરીમાં લાગી ગયાહતા.
અત્યાર સુધીમાં ચાર લોકોને બચાવવામાં આવ્યા છે. આ બિલ્ડિંગમાં કુલ ૨૯ ફ્લેટ છે. ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. કાટમાળમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મૃતકના નામે માં
૧) પુનીત બાજોમલ ચાંદવાણી (ઉમર ૧૭ વર્ષ)
૨) દિનેશ બાજોમલ ચાંદવાણી (ઉમર ૪૦ વર્ષ)
૩) દીપક બાજોમલ ચાંદવાણી (ઉમર ૪૨ વર્ષ)
૪) મોહિની બાજોમલ ચાંદવાણી (સ્ત્રી / ઉંમર ૬૫ વર્ષ)
૫) કૃષ્ણ ઇનુચંદ બજાજ (ઉમર ૨૪ વર્ષ)
૬) અમૃતા ઇનુચંદ બજાજ (સ્ત્રી / વય ૫૪ વર્ષ)
૭) લવલી બજાજ (સ્ત્રી / ઉંમર ૨૦ વર્ષ)
આ પહેલા ૧૫ મેના રોજ ઉલ્હાસનગરમાં રહેણાંક મકાનની બાલ્કની પણ ધરાશાયી થઈ હતી. જેમાં ૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૧ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ બિલ્ડિંગમાં ૯ ફ્લેટ અને ૮ દુકાન હતી. આ દુ: ખદ ઘટના બાદ મૃતકના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. અકસ્માત બાદ મ્યુનિસિપલ કમિશનર ડો. રાજા દયાનિધિએ તમામ ઇમારતોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ પણ આપ્યો હતો.