ભિવંડીમાંની હોસ્પિટલોમાં સારવાર માટે દાખલ કરાયા બાદ સારવારના નામે અનેક દર્દીઓને ગેર વ્યાજબી બીલો આપી લૂંટ ચલાવી રહ્યા છે.
ભિવંડી માં છેલ્લા કેટલાક દિવસોથી એક હોબાળો મચ્યો છે કે હોસ્પિટલમાં દાખલ થયા બાદ સારવારના નામે અનેક દર્દીઓ લૂંટાઇ રહ્યા છે આવા અનેક ડરી ગયેલા દર્દી ત્યાં મળી આવશે. મ્યુનિસિપલ વહીવટી તંત્ર દ્વારા દર્દીઓની લૂંટ ચલાવનારી ખાનગી હોસ્પિટલોના બીલોની તપાસ માટે એક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અને ખાનગી હોસ્પિટલોએ ૩૬ લાખની લૂંટ કરી હોવાનું બહાર આવ્યું છે. વહીવટી તંત્રે હોસ્પિટલોને સૂચના આપી છે અને આવી હોસ્પિટલોને નોટિસ ફટકારી દર્દીઓના વધુ લીધેલા નાણાં પરત કરવામાં આવે તેવુ જણાવ્યું છે.
રાજ્ય સરકારે ૨૧ મે, ૨૦૨૧ ના રોજ એક જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં કોવિડ હોસ્પિટલમાં સેવાઓ માટેના દરો નક્કી કરવામાં આવ્યા હતા. તે પછી પણ ભિવંડી પાલિકાના આરોગ્ય વિભાગને દર્દીઓના સગાઓ તરફથી આ અંગે ફરિયાદો મળી હતી. હિસાબી વિભાગ હેઠળ રચાયેલી ખાનગી હોસ્પિટલ નિયંત્રણ સમિતિએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨માં ખાનગી હોસ્પિટલો તરીકે માન્યતા પ્રાપ્ત ૨૩ હોસ્પિટલોના ૧૬૪ દર્દીઓના બીલોની તપાસ કરી છેએવુ અધિકારી ડો. કે.આર.ખરાતે જણાવ્યું છે.
૨૦૨૦-૨૧ દરમિયાન, અનમોલ હોસ્પિટલ, ઓર્બિટ હોસ્પિટલ, સિરાજ હોસ્પિટલ, એસ.એસ. કાલેર હોસ્પિટલ, કાશીનાથ પાટિલ હોસ્પિટલ, વેદ હોસ્પિટલ કોંન ગાવ ખાતેના ૧૪૯ દર્દીઓના બીલોની તપાસ કરી. તે પૈકી ૩૩ લાખ ૯૦ હજાર ૭૨૦ રૂપિયાના બીલ વધુ પડતા હોવાનું જાણવા મળ્યું છે. તેમાં સૌથી વધુ એસ. એસ. હોસ્પિટલન એ ૧૧ લાખ ૨૫ હજાર ૭૭૫ રૂપિયાની મહત્તમ નોટિસ આપવામાં આવી છે.
નાગરિકોને ફરિયાદ માટે આગળ આવવા અપીલ
અનમોલ, ખાતુન બી કાઝી અને ઓરેન્જ નામની ત્રણ હોસ્પિટલોના ૧૫ દર્દીઓના બીલોમાં ૨ લાખ ૭૭હજાર રૂપિયાનો તફાવત મળી આવ્યો છે. ફક્ત ઓર્બિટ હોસ્પિટલે દર્દીઓને ૪૦,૪૦૦/- રૂપિયાનું વળતર આપ્યું છે અને બાકીના દર્દીઓને તાત્કાલિક વળતર મળી રહે માટે નોટિસ ફટકારી છે એવુ ડૉ.ખરાતે જણાવ્યું છે.