થાણા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર ડો. વિપિન શર્માએ બુધવારે થાણે ગ્લોબલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ત્યાં મૃત્યુ દર ઘટાડવા જરૂરી પગલાં ભરવા અને જરૂરી સુવિધાઓ ઉભી કરવા તાત્કાલિક પગલા ભરવાની સૂચના આપી હતી. ત્રીજી તરંગમાં, બાળકો માટે ૧૦૦ બેડની એક અલગ હોસ્પિટલ બનાવવામાં આવશે અને નિષ્ણાંત ડોકટરોની ટીમ નિમણૂક કરવામાં તેમજ, જરૂરી દવાઓ લેવામાં આવશે અને ઓક્સિજન સપ્લાય તૈયાર કરવામાં આવશે.
પાર્કિંગ પ્લાઝામાં ઉભી કરનાર હોસ્પિટલમાં ના ૧૦૦ બેડમાં ૫૦,ઓક્સિજન, ૨૫, આઈસીયુ અને ૨૫ આઈસીયુ વેન્ટિલેટર બેડ નો તેમાં સમાવેશ હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બાળકો એકલા રહી શકતા નથી, તેથી તેમને મોટા પલંગ આપવામાં આવશે જેમાં માતા અથવા પિતા તેમની સાથે રહી શકે.
દરમિયાન, થાણા જિલ્લાના પાલક મંત્રી એકનાથ શિંદેએ અગાઉ કોવિડ દર્દીઓના મૃત્યુ દરમાં ઘટાડો કરવા જરૂરી પગલાં લેવાની સૂચના આપી હતી. આ ધ્યાનમા રાખી મ્યુનિસિપલ કમિશનરે સવારે થાણે ગ્લોબલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે એડિશનલ કમિશનર ગણેશ દેશમુખ, ડેપ્યુટી કમિશનર સંદીપ માલવી, અશોક બુરપલે, વિશ્વનાથ કેલકર, માહિતી અને જનસંપર્ક અધિકારી મહેશ રાજડેકર, ગ્લોબલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડો. અનિરુદ્ધ માલગાંવકર અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમયે મ્યુનિસિપલ કમિશનરે વેન્ટિલેટર પરના દર્દીઓની વિશેષ કાળજી લેવાની સૂચના આપી હતી અને જો જરૂરી હોય તો તાત્કાલિક નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરવાની સૂચના આપી હતી.