મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી અંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદમાં અલંકારો વિશે સંશોધન પ્રસ્તુત !
‘અલંકાર સમાજને આધ્યાત્મિક દૃષ્ટિએ સકારાત્મક લાભ મેળવી આપી શકે છે, તેમજ સ્ત્રીઓને તેમની સાધનામાં સહાયભૂત થઈ શકે છે. ધાતુઓમાં ‘સુવર્ણ’ આધ્યાત્મિક દૃષ્ટિએ સર્વાધિક લાભદાયક ધાતુ ભલે હોય, તો પણ તે ધાતુ દ્વારા બનાવેલા અલંકારોની નકશી જો સાત્ત્વિક ન હોય, તો તે અલંકાર પરિધાન કરનારી વ્યક્તિને અપેક્ષિત લાભ મળી શકતો નથી. અલંકાર કેવા ઘડ્યા છે, તેના પર તેમાંથી સાત્ત્વિક, રાજસિક કે તામસિક સ્પંદનો પ્રક્ષેપિત થશે, તે નક્કી થાય છે. આ આધ્યાત્મિક સ્તર પરનો દૃષ્ટિકોણ જાણતા ન હોવાથી કેવળ માનસિક સ્તર પર વિચાર કરીને પસંદ કરેલા અલંકારો દ્વારા વ્યક્તિને આધ્યાત્મિક દૃષ્ટિએ બહુકાંઈ લાભ થતો નથી. તેથી સાત્ત્વિક નકશી રહેલો અલંકાર વ્યક્તિ માટે આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક છે’, એવું પ્રતિપાદન મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલયના પૂ. (સૌ.) ભાવના શિંદેએ કર્યું. તેઓ ‘ધ ઇંટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નોલેજ મૅનેજમેંટ, શ્રીલંકા’એ આયોજિત કરેલી ૭મી ‘વર્લ્ડ કૉન્ફરન્સ ઑન વુમન્સ સ્ટડીજ્ 2021’ આ અંતરરાષ્ટ્રીય પરિષદમાં બોલી રહ્યા હતા. સદર અંતરરાષ્ટ્રીય પરિષદમાં તેમણે ‘અલંકારોનું સ્ત્રીઓ પર આધ્યાત્મિક સ્તર પર શું પરિણામ થાય છે ?’ આ શોધનિબંધ પ્રસ્તુત કર્યો. આ શોધનિબંધના લેખક પરાત્પર ગુરુ ડૉ. આઠવલેજી છે અને પૂ. (સૌ.) ભાવના શિંદે સહલેખિકા છે.
સદર પરિષદમાંના સાંસ્કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ અંતર્ગત મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય વતી કરવામાં આવેલા સંગીત અને નૃત્યની પ્રત્યેકની એક એક સાત્ત્વિક પ્રસ્તુતા અને તેમનાં આધ્યાત્મિક સ્તર પર થનારા પરિણામો વિશેના સંશોધન પર આધારિત એક ચલચિત્ર બતાવવામાં આવ્યું. ગળાના ત્રણ પ્રકારના હારનો તે પરિધાન કરનારી વ્યક્તિ પર થનારા સૂક્ષ્મ પરિણામોનો અભ્યાસ કરવા માટે પ્રભામંડળ અને ઊર્જા માપક યંત્ર તેમજ સૂક્ષ્મ પરીક્ષણના માધ્યમ દ્વારા કરેલા સંશોધનની જાણકારી પૂ. (સૌ.) ભાવના શિંદેએ ઉપસ્થિતોને આપી. આ સંશોધન માટે માજી અણુ વૈજ્ઞાનિક ડૉ. મન્નમ મૂર્તિએ વિકસિત કરેલા ‘યુ.ટી.એસ. (યુનિવર્સલ થર્મો સ્કૅનર)’ ઉપકરણનો અને પિપ (પોલીકૉન્ટ્રાસ્ટ ઇંટરફેરન્સ ફોટોગ્રાફી)’ આ તંત્રજ્ઞાનનો ઉપયોગ કરવામાં આવ્યો. ‘યુ.ટી.એસ.’ અને ‘પિપ’ દ્વારા વસ્તુ અને વ્યક્તિના ઊર્જા ક્ષેત્રનો (‘ઑરા’નો) અભ્યાસ કરવામાં આવે છે.
સદર સંશોધન અંતર્ગત કરેલા પ્રયોગમાં ત્રણ પ્રકારના હારનું પરીક્ષણ કર્યું. પહેલો હાર ‘ફૅશન જ્વેલરી’ અથવા ‘જંક જ્વેલરી’આ પ્રકારનો હતો. બીજો અને ત્રીજો આ બન્ને હાર ૨૨ કૅરેટ સોનાના હતા. બીજા હારની નકશી અસાત્ત્વિક હતી, જ્યારે ત્રીજા હારની નકશી સાત્ત્વિક હતી. પહેલા અને બીજા હારમાંથી નકારાત્મક ઊર્જા પ્રક્ષેપિત થતી હોવાનું, જ્યારે કેવળ ત્રીજા હારમાંથી સકારાત્મક ઊર્જા પ્રક્ષેપિત થતી હોવાનું પ્રભામંડળ અને ઊર્જા માપક યંત્રોએ કરેલાં પરીક્ષણો દ્વારા દેખાઈ આવ્યું. આના દ્વારા સાત્ત્વિક નકશી ધરાવતા અલંકારો વ્યક્તિ માટે આધ્યાત્મિક દૃષ્ટિએ લાભદાયક છે, એમ સ્પષ્ટ થયું. આ ત્રણ હારની તેમજ બંગડી, વીંટી જેવા અલંકારોનાં સૂક્ષ્મ સ્પંદનશાસ્ત્રનો અભ્યાસ કરીને દોરેલાં ચિત્રો આ સમયે પૂ. (સૌ.) ભાવના શિંદેએ સહુકોઈને બતાવ્યાં. તેથી ઉપસ્થિત સર્વે સાત્ત્વિક અને અસાત્ત્વિક અલંકારોના સંદર્ભમાં સૂક્ષ્મમાંથી થનારી પ્રક્રિયા પણ જાણી શક્યા.
આપનો નમ્ર, શ્રી. રૂપેશ લક્ષ્મણ રેડકર, સંશોધન વિભાગ, મહર્ષિ અધ્યાત્મ વિશ્વવિદ્યાલય,