કલ્યાણમાં આજે એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના પ્રકાશમાં આવી છે. રસ્તા પર રમતી વખતે એક ૧૨ વર્ષિય બાળક કચરાની ટ્રક નીચે આવી કચડાઈ જવાથી આ છોકરાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે
આ ઘટનાથી વિસ્તારમાં શોક ફેલાયો છે. જનતા દ્વારા હંગામો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઘટના બાદ પોલીસે ડ્રાઇવરની ધરપકડ કરી છે.
આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના કલ્યાણ પૂર્વના હનુમાન નગર વિસ્તારમાં બની હતી. બપોરના સુમારે કેટલાક બાળકો મોહન સૃષ્ટિ રહેણાંક સંકુલ સામે ક્રિકેટ રમી રહ્યા હતા. તેમાંથી એક, ૧૨ વર્ષિય બાળક અમિત ધાડક બોલ લેવા બોલની પાછળ રસ્તાની બીજી બાજુએ દોડી ગયો. તે દરમિયાન પાછળથી એક કચરો ભરેલી ટ્રક આવી રહી હતી, છોકરો બોલ પકડવાના મૂડમાં હતો. તે દરમિયાન તે ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયો અને તેમાં તે કચડાઈ ગયો હતો. તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. આ ધટનાની જાણ થતાં ટિળક નગર પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી આ સમયે મોટી સંખ્યામાં નાગરિકો ઘટના સ્થળે જમા થઈ ગયા હતા અને હંગામો મચાવ્યો હતો,તિલકનગર પોલીસે પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવી, ધટનાનુ પંચનામું કરી ટ્રક ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.આ બનાવને લઇને આ વિસ્તારમાં શોકનુ વાતાવરણ છવાઈ ગયું હતું.