‘ત્રીજા મહાયુદ્ધની દિશામાં’ આ વિષય પર ઑનલાઈન વિશેષ પરિસંવાદ !
ઇસ્રાયલે કારગિલ યુદ્ધ સમયે ભારતને યુદ્ધસામગ્રી આપીને સહાયતા કરી હતી. આ વાત આપણે કદી પણ ભૂલવી જોઈએ નહીં; પણ આજે ઇસ્રાયલ અને પૅલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધમાં આપણે પૅલેસ્ટાઈનને ટેકો આપી રહ્યા છીએ, આ મિત્રની ઉપેક્ષા શા માટે ? આ જ પૅલેસ્ટાઈને કાશ્મીર વિશે નિરંતર ભારતના વિરોધમાં મતદાન કર્યું છે. કાશ્મીરમાંના જેહાદી હિંસાચારનું સમર્થન કર્યું છે. તે ક્યારેય આપણા પક્ષમાં ઊભો રહ્યો નથી. તેમજ ચીન વિશેનું આપણું વલણ સ્વતંત્રતાકાળથી ભૂલભરેલું છે. નિરંતર ભારતના ભૂભાગનો કોળિયો કર્યા પછી પણ આપણે ચીન ભણી મિત્ર તરીકે શા માટે દૃષ્ટિ રાખીએ છીએ ? આપણે ચીનને સજ્જડ ઉત્તર આપતા કેમ નથી ? આ વિશે અમેરિકાના માજી સચિવ માઈક પૉમ્પિઓએ ‘ભારત જો સ્પષ્ટ ભૂમિકા નહીં લે, તો ચીન માથાભારે થશે’, એવું સાર્વજનિક રીતે કહ્યું હતું. તેથી ભારતે પૅલેસ્ટાઈન અને ચીન વિશે સાવધ ભૂમિકા લેવાને બદલે સ્પષ્ટ ભૂમિકા લઈને ઇસ્રાયલના પક્ષમાં ઊભા રહેવું જોઈએ, એવું સજ્જડ પ્રતિપાદન ‘રુટ્સ ઇન કાશ્મીર’ના સંસ્થાપક શ્રી. સુશીલ પંડિતે કર્યું. તેઓ હિંદુ જનજાગૃતિ સમિતિ’ વતી આયોજિત ‘શું આપણે ત્રીજા મહાયુદ્ધ ભણી જઈ રહ્યા છીએ ?’ આ ‘ઑનલાઈન પરિસંવાદ’માં બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ સમિતિના સંકેતસ્થળ HinduJagruti.org, યુ-ટ્યૂબ અને ટ્વીટર દ્વારા 11 હજાર કરતાં વધુ લોકોએ પ્રત્યક્ષ નિહાળ્યો.
આ સમયે રાજકીય સલાહકાર શ્રી. નિશીથ શરણે કહ્યું કે, વૈશ્વિક પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે અમેરિકા પછી હવે ચીન પ્રયત્નશીલ છે. તેથી તે ‘કોરોના વિષાણુ દ્વારા જૈવિક યુદ્ધ કેવી રીતે લડવું’ તે માટે અનેક વર્ષોથી પ્રયોગ કરી રહ્યો છે. તેના પર અનેક શોધપ્રબંધ તેમના શાસ્ત્રજ્ઞોએ પ્રસ્તુત કર્યા છે. આ વિષય પર ઑસ્ટ્રેલિયાના સૅરી મૅક્સન આ વિશે વિગતવાર પુસ્તક લખી રહ્યા છે. તેથી પ્રથમ મહાયુદ્ધ રસાયણિક હથિયારોથી અને બીજું મહાયુદ્ધ આણ્વિક હથિયારોથી લડવામાં આવ્યું, જ્યારે ત્રીજું મહાયુદ્ધ જૈવિક હથિયારોથી લડવામાં આવશે, એવો અમેરિકા સાથે જ અનેક તજ્જ્ઞોનો મત છે. આ યુદ્ધ કેટલાંક વર્ષો પહેલાં જ ચાલુ થયેલું છે. ‘હિંદુ જનજાગૃતિ સમિતિ’ના રાષ્ટ્રીય માર્ગદર્શક સદ્ગુરુ (ડૉ.) ચારુદત્ત પિંગળેએ કહ્યું કે, સરવાળે પરિસ્થિતિ જોતાં ત્રીજું મહાયુદ્ધ ચાલુ થયેલું જ છે, એવું લાગે છે. આ યુદ્ધની પ્રસવ વેદનાઓ જણાવા લાગી છે. યુદ્ધકાળમાં સીમા પરના સૈન્યની જેમ દેશાંતર્ગત સુરક્ષા માટે ભારતીય નાગરિકોએ સૈનિક બનીને લડવું પડશે. યુદ્ધકાળમાં અનેક બાબતો મળતી નથી; તેથી ઔષધિઓ, પાણી, અન્ન, વીજળી ઇત્યાદિની પર્યાયી વ્યવસ્થા કરી રાખવી પડશે. આ માટે સનાતન સંસ્થાએ 9 ભાષાઓમાં ‘આપત્કાલીન સુરક્ષા’ નામક ‘એંડ્રાઈડ ઍપ’ ચાલુ કરી છે. આ સમયે બોલતી વેળાએ ‘ભારત રક્ષા મંચ’ના રાષ્ટ્રીય સચિવ શ્રી. અનિલ ધીરે કહ્યું કે, ઇસ્રાયલ અને પૅલેસ્ટાઈન યુદ્ધ ચાલુ થયા પછી ઇસ્રાયલમાંના અરબી લોકોએ રમખાણો ચાલુ કર્યા. તેવી રીતે ભારત-પાક યુદ્ધ જો થાય, તો ભારતમાં પણ તેમ થઈ શકે; કારણકે ભારતમાં અનેક સંવેદનશીલ ક્ષેત્રો છે. આપણે બંગાળ અને કેરળ રાજ્યોમાંની હિંસક ઘટનાઓ પરથી હજી સુધી શીખી લીધું નથી. આના પર રાષ્ટ્રીય વલણ નિશ્ચિત કરવું જોઈએ. પંજાબે મુસલમાનો માટે સ્વતંત્ર જિલ્લો બનાવ્યો છે; પણ આવી જ માગણી જો અન્ય રાજ્યોમાંથી આવે તો આગળ જતાં તે ઘાતક પુરવાર થશે.
આપનો વિશ્વાસુ, શ્રી. રમેશ શિંદે રાષ્ટ્રીય પ્રવક્તા, હિંદુ જનજાગૃતિ સમિતિ