વન વિભાગે એક માદા વાંદરોને પકડી જંગલ વિસ્તારમાં છોડી મુકાયો છે જે છેલ્લા કેટલાક દિવસોથી ઘોડબંદર શિફ્ટિંગ ટ્રાન્ઝિશન કેમ્પના કેટલાક રહેવાશીઓને બટકા ભરતો હતો અને હવે તેને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડી મુકાયો છે. તે કેટલાક લોકોને કરડીલઈ તે ભાગી જતો હતો.
ઘોડબંદરનો શિફ્ટિંગ ટ્રાન્ઝિશન કેમ્પ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની બાજુમાં છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, એક માદા વાંદરો આ વિસ્તારમાં ફરે છે. આ વાનરને ઘણી સ્થાનિક મહિલાઓ અને રહેવાસીઓ રોજ ખાવાનુ આપવામાં આવતુ હતુ. કેટલાક વાંદરાઓતો ઘરમા જતા અને ખાવાનુ ખાતા, પરંતુ કેટલાક અળવિતરા છોકરાઓ અને લોકો આ વદરાને પરેશાન કરવા છેડવા લાગ્યા તેથી વાંદરો ચિડાઈ કેટલાકને બટકા ભરવાનું શરૂ કર્યું.
જ્યારે આ વિશે મનસેની કલ્પના સાળુકેને ફરિયાદ મળી ત્યારે તેમણે પર્યાવરણ માટે કામ કરતા મનસેના સચિન જાંભલેને માહિતી આપી હતી. જાંભલેએ એયૂર ખાતે વન વિભાગના અધિકારી રાજેન્દ્ર પવારને નિવેદન આપ્યું હતું અને વાંદરાને પકડી જંગલમાં છોડવાની વિનંતી કરી હતી.
ઘોડબંદર વન અધિકારી મનોજ પાટિલ સાથે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની ટીમે વાંદરાને પકડવા પાંજરું ગોઠવ્યું હતું. આખરે શનિવારે વાનરને પકડ્યો હતો ત્યારબાદ વાંદરાને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં લઇ જઇને છોડી દેવાયોહતો.