મીરા રોડ પર એક બિલ્ડિંગમાં ૧૯ વર્ષીય યુવાન અને બિલ્ડિંગ સિક્યુરિટી ગાર્ડ વચ્ચે નજીવી બાબતે થયેલા ઝગડામા સુરક્ષા ગાર્ડ્સે યુવકની છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો છે. અને ત્યારબાદ બંન્ને આરોપી ફરાર થઈ ગયા છે અને કાશીમીરા પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.
શુક્રવારે મધ્યરાત્રિ બાદ શનિવારે મીરા રોડના સૃષ્ટિ સેક્ટર ૧ માં હંસ બિલ્ડિંગની નજીક,આ ઘટના રાત્રે સાડાબાર વાગ્યાની આસપાસ બની હતી. કુંભ બિલ્ડિંગમાં રહેતો ૧૯ વર્ષિય અભિષેક સિંઘ મધ્યરાત્રિએ બહારથી ઘરે આવ્યો હતો. તે સમયે અભિષેક સાથે સિક્યુરિટી ગાર્ડ સુભાષ પાંડે અને અજિત તિવારી સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી, ત્યારે પાંડે અને તિવારીએ અભિષેકને મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ સુરક્ષા રક્ષકે અભિષેકના પેટમાં ચાકુ થી હુમલો કર્યો હતો. તેથી તે લોહીલુહાણ થઈ નીચે પડી ગયો. આ જોઈને પાંડે અને તિવારી ત્યાંથી નાસી છૂટયા હતા.
ઘટનાની જાણ થતાં નિવાસી અને તેના પરિવારજનોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ શનિવારે સવારે ૯.૩૦ ના સુમારે અભિષેકનુ મૃત્યુ થયુ હતું.અભિષેક અહી તેના માતાપિતા અને બહેન સાથે રહેતો હતો.
આ ઘટનાને પગલે આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આ કેસમાં કાશીમીરા પોલીસ દ્વારા સુભાષ પાંડે અને અજિત તિવારી સામે ખૂનનો કેસ નોંધવામાં આવ્યો છે. મદદનીશ કમિશનર વિલાસ સાનપ, સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હજારે અને અન્યોએ ધટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગુનાની માહિતી આપી, આરોપીને પકડવા મહત્વની સૂચનાઓ આપી હતી.
આ ઘટના સીસીટીવીમાં કૈદ થયેલ હોઈ પોલીસ બંન્ને આરોપી સુરક્ષા ગાર્ડની શોધખોળ શરૂ કરવામાં આવી છે. અભિષેક અગાઉ પણ સુરક્ષા ગાર્ડ સાથે ઘર્ષણમા આવ્યો હતો. તેથી, સામાન્ય દલીલોમાથી, આ કેસ સીધો ખૂન તરફ ગયો છે, અને તેના કારણો શોધવામાં આવી રહ્યા છે.
અજય તિવારી સાડા ત્રણ મહિનાથી અહીં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી રહ્યો હતો. સુભાષ પાંડે લાંબા સમયથી કામ કરી રહ્યો હતો. બંન્ને સિક્યુરિટી ગાર્ડની ખાનગી કંપનીમાંથી નિમણૂક કરતી વખતે પોલીસ પાસેથી તેનુ વેરીફીકેશન કરાયુ નોહતુ, તેથી પોલીસ આરોપીઓની વિસ્તૃત માહિતી લઈ રહી છે.