કલ્યાણના દુર્ગાડી પુલ પરની બે લાઈન અને થાણે નજીક રંજોનોલી ફ્લાયઓવરની એક લેનનું ઉદઘાટન સોમવારે શહેરી વિકાસ પ્રધાન અને થાણે જિલ્લા પાલક મંત્રી એકનાથ શિંદે દ્વારા કરાયું હતું. આનાથી કલ્યાણ અને ભિવંડી વિસ્તારોમાં ટ્રાફિક ભીડ ઓછી થશે અને નાગરિકોને મોટી રાહત થશે, એમ શ્રીમાન શિંદે દ્વારા મત વ્યક્ત કરાયો હતો.
બપોરે મુંબઇમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના હસ્તે ઇ-સમર્પણ પછી શ્રી. શિંદેએ સ્થાનિક લોકોના પ્રતિનિધિઓ સાથે સ્થળ પર જ બંન્ને પુલોનું ઉદ્ઘાટન કર્યું હતું.
કલ્યાણ શહેરને જોડતા દુર્ગાડી કિલ્લા પાસે ખાડી પર બનાવેલ ફોર લેન બ્રિજની પ્રથમ બે લેન આજથી ટ્રાફિક માટે ખુલી મુકાઈ હતી. પપત્રીપુલ અને ગોવિંદવાડી બાયપાસ રોડનું કામ પૂર્ણ થયા બાદ દુર્ગાડી પુલ પાસે ટ્રાફિક વધ્યો હતો અને ત્યાં ટ્રાફિકજામ સર્જાયો હતો. આ જગ્યાએ જૂના પુલથી બંન્ને લાઈનો શરૂ થઈ હતી. નવા બ્રિજના બે લેન ખુલતાં શહેરને ટ્રાફિકજામથી મોટી રાહત મળી છે. આ નવા બ્રિજથી જૂના પુલ પરથી આવવું-જવું શક્ય બનશે એવો મત શિંદેએ બોલતી વખતે વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, મુંબઇ-આગ્રા હાઈવે પર નાસિકથી મુંબઇ આવતી રાજનોલી ફ્લાયઓવર ઉપરના બીજા લેનના ઉદઘાટનને કારણે, ભિવંડી જંકશન નજીક ટ્રાફીક ભીડ ટળશે. આ હાઇવે પરથી મુંબઇ આવતા નાના અને ભારે વાહનોનો મોટો ફાયદો થશે.
પાલક મંત્રી શ્રી. શિંદેની સાથે કલ્યાણ ડોમ્બિવલીના સાંસદ ડો. શ્રીકાંત શિંદે, સ્થાનિક ધારાસભ્ય વિશ્વનાથ ભોઇર, કલ્યાણ ગ્રામીણ સાંસદ કપિલ પાટિલ, કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશી પૂર્વ ધારાસભ્ય નરેન્દ્ર પવાર ઉપસ્થિત રહ્યા હતા.