ધોખા દાયક થવાના કારણે ડોમ્બિવલીનો કોપર ફ્લાયઓવર ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ થી ટ્રાફિક માટે બંધ કરાયો હતો. બ્રિજ બંધ થવાને કારણે નાગરિકોને થતી અગવડતા દૂર કરવા માટે મ્યુનિસિપલ કમિશનર ડૉ.વિજય સૂર્યવંશીની સૂચનાથી તાત્કાલિક ફ્લાયઓવરના પુનર્નિર્માણનું કામ શરૂ કરાયું હતું અને ખરી કામગીરી ૧૭ એપ્રિલના રોજ રેલ્વેના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. રેલ્વે પ્રશાસને સહકાર આપતા ૨૨/૦૩/૨૦૨૧ ના રોજ ૧૫ મીટરના ૭ ગર્ડર લગાવવામાં આવ્યા હતા અને તા.૨ એપ્રિલના રોજ ૧૨ મીટરના અન્ય ૭ ગર્ડર્સ સ્થાપિત કરવામાં આવ્યા હતા અને આજે ૦૩/૦૫/૨૦૨૧ ના રોજ ત્રીજા અને છેલ્લા તબક્કાના ૧૮ મીટરના ૭ ગર્ડર્સને બેસાડવાનુ કામ પૂર્ણ કરાયુ હતું. રાજાજી પથ ઉપરના પહોચ રસ્તાના કામ માટે. ૦૭/૦૫/૨૦૨૧ સુધી ટ્રાફિક બંધ રહેશે. ક્રોસ ગર્ડર્સ લગાવ્યા બાદ અને સ્લેબનુ કામ કર્યા સુધી રાહદારીઓ અને વાહનોની સલામતી માટે રસ્તાઓ બંધ કરાયા છે.
ચોમાસા પહેલાં રોડનું બાકીનું કામ અને ગર્ડર ઉપરના સ્લેબનું કામ પૂર્ણ કરીને કોપર બ્રિજને આગામી ચોમાસા પહેલા ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાનું આયોજન છે તેવુ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવ્યુ છે