છેલ્લા કેટલાક દિવસોથી થાણા જીલ્લા માં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. તેનાથી જીલ્લા નોઆંકડો ધીરે ધીરે નિચે ઉતરી રહ્યો છે. સોમવારે થાણા મહાનગરપાલિકા હદમાં ૫૧૬ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, અને ૯ પેશંન્ટોના મૃત્યુ થયા છે જ્યારે કલ્યાણ-ડોમ્બિવલીમાં-૪૯૮ નવા પેશન્ટ, મૃત્યુ-૯ ,નવિ મુંબઈ માં નવા પેશંન્ટો ૨૭૭, મૃત્યુ-૭, મિરા-ભાયંદર નવા ૨૮૮, મૃત્યુ-૭, ઉલ્હાસનગર ૫૨, મૃત્યુ-૧, ભિવંડી- નવા ૨૨, મૃત્યુ-૨,અંબરનાથ નગરપાલીકા-૬૬, મૃત્યુ-૧,બદલાપુર નગરપાલિકા-૧૨૫, મૃત્યુ-૫,તથા થાણાના ગ્રામિણ ભાગોમાંથી આજે- ૩૪૯નવા દર્દીઓ મળી આવ્યા છે,અને ૨ પેશંન્ટોના મૃત્યુ થયાછે પરિણામે,જીલ્લામાં આજે કુલ ૨૧૯૩ નવા દર્દીઓની સંખ્યા થયેલ છે. જ્યારે જીલ્લામાં આજે ૪૩ પેશન્ટોનાં મૃત્યુ થયાં છે. જીલ્લા માં ધટતા જતા કોરોના પેશંન્ટોના લીધે પ્રશાસનની ચિંતા માં ધટાડો થયો છે