કલ્યાણ મા રહેતી ૭૦ વષૅની વૃધ્ધ મહિલાને કોરોનાનુ સંક્રમણ થયુ હતુ,તેમના પતિને પણ કોરોના થયુ હતું આ વૃધ્ધ મહિલા ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે તેઓ નુ મૃત્યુ થયુ તેમના અંતિમસંસ્કાર કોણ કરશે કારણકે તેમના ત્રણેય સંતાનો પરદેશ હતા,અને પતિ કોરોના ગ્રસ્ત હતા તેથી તેમના કુટુંબ સાથે સંબંધ ધરાવનાર બે ભાઈઓએ જીવનો પરવા કયૉ વગર તેમના અંતિમસંસ્કાર કરવાનુ કતૅવ્ય બજાવ્યુ.
કલ્યાણ વેસ્ટ માના ગાધીચૌકમા રહેનારા ઉષાબેન પટેલને કોરોનાનુ સંક્રમણ થયુ હતુ.૭૦ વષૅના ઉષાબેન ને કલ્યાણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા,તેમના પતિ રમણભાઈ કોરોના પોઝિટિવ આવતા તેઓ ઘરમાં આયસોલેટ કરવામાં આવ્યા.કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઉષાબેન નુ ૧૨ દિવસ ની સારવાર બાદ ૧૪ એપ્રિલ નારોજ મૃત્યુ થયુ તેમના મૃતદેહનો અંતિમસંસ્કાર કરશે કોણ,એવો પ્રશ્ન ઉભો થયો કારણ તેમની એક દિકરી વંદના આફ્રિકામાં, જ્યારે એક દિકરો અમિત અને દિકરી અસ્મિતા આ બંન્ને લંડનમાં હતાં કોરોના થયેલા રમણભાઈ ઘર બહાર કેવી રીતે નિકળીશકે તેમાં તેમની ઉમ્મર ૭૩ વષૅ, આવી પરિસ્થિતિમાં ઉષાબેન ના કુટુંબ ના નજીક ના સગા એવા કલ્યાણ ના વિનોદ પટેલ અને યોગેશ પટેલ એ તેમના પરદેશમાં રહેતા ત્રણેય સંતાનો નો સંપર્ક કર્યો ત્યારે વિનોદ પટેલ તથા યોગેશ પટેલ આ બંન્ને ભાઈઓને કહ્યું કે ઉષાબેનનો અંતિમસંસ્કાર તમોજ કરો અમો આટલા ઓછા સમયમાં સમયસર પહોંચી શકીશુ નહી, ફોન આવતાં વહેલી સવારે બે વાગે ઉષાબેન નો મૃતદેહ લેવા બંન્ને ભાઈઓ પહોંચ્યા. એમ્બ્યુલન્સ મેળવી આપવામાટે માજી નગર સેવક અરૂણ ગીધ એ પયત્ન કર્યો. ત્યારબાદ સવારે ઉષાબેન નો મૃતદેહ તાબામાં લઈ તેના ઉપર લાલચૌકી ખાતેની સ્મશાનભૂમિ માં અંતિમસંસ્કાર કરવામાં આવ્યા