થાણેના મુમ્બ્રા કૌસા પાસેથી પોલીસે ૧,૯૦૦ કિલો ગૌમાંસ કબજે કર્યું છે. તેની કિંમત લગભગ ૪ લાખ ૫૬ હજાર રૂપિયા છે. પોલીસે આ સંદર્ભે બે આરોપીની ધરપકડ પણ કરી છે. થાણાના કૈસા ખાતે સાહિલ સૈફ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ગળામાં પોલીસને બાતમી મળી હતી કે અનધિકૃત પ્રાણીઓની કતલ કરી તેનુ માંસ વેચવા માટે રાખવામાં આવ્યુ છે. તે સંદર્ભે પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો હતો. સાહિલ સૈફ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગળામાં પોલીસે છાપો મારી ગૌમાંસ કબજે કરી આ કેસમાં સિકદર મુમતાઝ અહેમદ ખાન અને મોહમ્મદ આસિફ અકરમ કુરેશી આ બંન્ને આરોપીની ધરપકડ કરી છે.અને આગળની તપાસ હાથ ધરી છે.