અહીના ટિળક ચૌક ખાતે આવેલી કોવિડની ખાનગી વૈદ્ય હોસ્પિટલમાં એક યુવાન પેશન્ટ નુ મૃત્યુ થયા બાદ યુવાન ના સગાઓએ હોસ્પિટલમાં દોડી આવી ધમાચકડી મચાવી દેતા બજાર પેઠ પોલીસ ધટના સ્થળે દોડી જઈ ને પરિસ્થિતિ કંટ્રોલ કરીહતી.
મળેલી માહિતી પ્રમાણે આ હોસ્પિટલમાં મૃગૅન નામનો યુવાન ગત કેટલાક દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યો હતો સારવાર દરમ્યાન અચાનક તેનુ મૃત્યુ થતાં તેના સબંધિઓ હોસ્પિટલમાં દોડી ગયા હતા ત્યારે હોસ્પિટલમાં ના સ્ટાફ તરફથી કહેવામાં આવ્યું કે પહેલાં બિલ ભરો બાદ તેનો મૃતદેહ મળશે તેવુ જણાવતાં યુવકના સબંધિઓ ઉશ્કેરાટ કરી ધમાચકડી મચાવી હતી આ બાબતની બજાર પેઠ પોલીસ ને જાણ થતાં સિનિયર પોલીસ અધિકારી આહીરે તેમજ તેમની ટીમે અને પત્રકારો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને કોવિડ પેશન્ટ ના વધુ બિલ સબંધીમૃતકના સબંધિઓને તેમજ હોસ્પિટલ મેનેજમેન્ટ ને સમજાવી યુવાન નો મૃતદેહ અપાવતા આખરે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો