કલ્યાણ ડોમ્બીવલી મ્યુનિસિપલ કમિશનર ડો. વિજય સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ અને વિભાગીય નાયબ કમિશનર અનંત કદમના માર્ગદર્શન હેઠળ આજે કલ્યાણના ખડેગોલીવલી વિસ્તારમાંના કૈલાસ નગર ખાતેના બિલ્ડિંગના અનધિકૃત બાંધકામોને હટાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી કે.ડી.એમ.સી.અધિકારી, પોલીસ કર્મચારીઓ અને અતિક્રમણ વિરોધી ટુકડી કર્મચારીઓની મદદથી ૫/ ડી વોર્ડ એરિયા અધિકારી સુધીર મોકલ અને ૯/ આઈ વોર્ડ એરિયા ઓફિસર દીપક શિંદે દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.
આવી જ રીતે વોર્ડ એરિયા અધિકારી સુહાસ ગુપ્તે અને તેમની ટીમે આજે ડોમ્બિવલી પશ્ચિમમાં દેવીચા પાડા ખાતે ૨૦ પ્લોટ જમીન પર બાંધવામાં આવેલા પાયાના બાંધકામો તોડી નાખ્યાં હતા. આ સ્થળે બાંધકામ થવાનું છે તે જાણ્યા પછી તરત જ આ કાર્યવાહી કરવામાં આવી હતી.
તેમજ ડોમ્બિવલી પૂર્વમાં બાલાજી ગાર્ડન પાછળના અનધિકૃત બાંધકામોને ખાલી કરાવવાની કાર્યવાહી આજે સી વોર્ડ એરિયા અધિકારી સંદીપ રોકડે દ્વારા કેડીએમસી પોલીસ અને સ્ટાફની મદદથી અને ૧ જેસીબી મશીનનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી.