આજે સવારે ૧૧ વાગ્યે ડોમ્બિવલી શિવસેનાની મધ્યસ્થ શાખા ખાતે સાંસદ ડો.શ્રીકાંત_સિંદે સાહેબની ઉપસ્થિતિમાં ઓક્સિજન બેંક યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત શિવસેના દ્વારા કોરોનામાંથી સ્વસ્થ થયા પછી પણ ઓક્સિજનની જરૂર હોય તેવા દર્દીઓને ઘરે ઘરે નિશ્ચિત સમય માટે ફોરટે્બલ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન આપવામાં આવશે, જે થાણા જીલ્લા ના પાલક મંત્રી એકનાથ શિંદે ના માગૅદશૅન મા સાંસદ શ્રીકાંત શિંદે ફાઉન્ડેશન દ્વારા સમગ્ર થાણે જિલ્લામાં શરૂ કરવામાં આવી છે.આ પ્રસંગે શિવસેના જીલ્લા ના નેતા ગોપાલ લાડગે સહીત મોટ સંખ્યામાં શિવસેના કાયૅકરો ઉપસ્થિત રહ્યા હતા.