કલ્યાણ ડોમ્બિવલીમા જૂના પાર્કિંગના વિવાદમાં ઉદ્યોગપતિનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના ડોમ્બિવલીમાં સામે આવી છે. જોકે માનપાડા પોલીસ સમયસર ઘટના સ્થળે પહોંચી ન હોત તો વેપારીની હત્યા કરવામાં આવી હોત. માનપાડા પોલીસે આ કેસમાં છ આરોપીઓમાંથી ત્રણની ધરપકડ કરી છે, જેમાં શિવસેનાના એક અધિકારીનો સમાવેશ થાય છે. પોલીસ હવે અન્ય આરોપીઓની શોધ કરી રહી છે.
કોઈ જૂના વિવાદથી અપહરણ
રણજીત ઝાની ડોમ્બિવલી એમઆઈડી ખાતે ફેક્ટરી છે. તેઓ દરરોજ મંદિરમાં દિવા બી.આર.નગર વિસ્તારમા પૂજા અર્થે જાય છે. થોડા દિવસો પહેલા શરદ શેટ્ટીની કાર પાર્ક પરથી રણજિત ઝા સાથે વિવાદ થયો હતો. વિવાદને લઈને શરદ શેટ્ટીએ રણજિતને ધમકી આપી હતી
શુક્રવારે સાંજે ૪ વાગ્યાની આસપાસ રણજીત ઝા ફેક્ટરીમાંથી બહાર આવ્યો ત્યારે એક સફેદ કલરની કાર પાર્ક થઈ હતી. કેટલાક યુવાનો કારમાંથી બહાર નીકળ્યા હતા અને આડેધડ રણજિતને માર માર્યો હતો અને પકડી કારમા જબરજસ્તીથી બેસાડવામાં આવ્યા આ બધુ રણજિતના પુત્રએ જોયું. જ્યારે પિતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આરોપીએ કાર શરૂ કરી ભાગાવીહતી. પિતાને બચાવવા ઝાનો પુત્ર કાર ની પાછળ ભાગતો હતો. આ બનાવ અંગે માનપાડા પોલીસને માહિતી મળી.
ઘટનાની જાણ થતાં વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર દાદા હરિ ચૌરે અને પોલીસ અધિકારી શ્રીકૃષ્ણ ગોરે તપાસ શરૂ કરી હતી. માત્ર ચાર કલાકમાં જ ગોરેની પોલીસ ટીમે આરોપીને શોધી
કાઢ્યા. જ્યારે પોલીસ આરોપી સુધી પહોંચી તે સમયે રણજિત ઝાની હાલત ખૂબજ ખરાબ હતી. તેને એટલો માર મારવામાં આવ્યો હતો કે તે અધમુવો હતો. પોલીસ સમયસર આવી ત્યારેજ તેનો જીવ બચ્યો હતો. આઘાતજનક વાત એ છે કે શિવસેનાના પદાધિકારીઓ પણ આ અપહરણમાં સામેલ હતા. ઘાયલ રણજીત અને તેના પુત્રની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ કેસમાં પોલીસે શિવસેનાના હોદ્દેદારો સમીર મોરે, શરદ શેટ્ટી અને અન્ય એકની ધરપકડ કરી છે. પોલીસ અન્ય ત્રણ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.