રાત્રે આઠ વાગ્યે બંન્ને યુવતીઓના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી વાડા રૂરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબી અધિકારીઓએ તેમને મૃત જાહેર કર્યા હતા.
વાડા તાલુકાના નહેરુલીની બે યુવતીઓ ગામમાં બિસ્માર પડેલા કૂવામાં પડતાં ડૂબી ગઈ હતી અને મૃત્યુ પામી હતી.આ ઘટના રવિવારની સાંજની આસપાસ બની હતી. આ ઘટનાથી આ વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો.
કમનસીબ યુવતીઓના નામ નૈના વાઘ (૨૩) અને રાની જાધવ (૮) છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નહેરુલી ગામની બંન્ને યુવતીઓ રવિવારે સાંજે કપડા ધોવા કૂવાએ ગઈ હતી. તે રાત્રે તે ઘરે પરત ફરી નોહતી,તેથી તેના પરિવારે તેની શોધ શરૂ કરી હતી. નાગરિકોને આશંકા હતી કે યુવતીઓ કુવામાં ડૂબી ગઈ હશે અને કપડા ધોવા માટે લીધેલા કપડા કૂવાકાઠ પડ્યા હતા. ત્યારે કેટલાક નાગરિકો કૂવામાં કૂદી પડ્યા ત્યારે બંન્ને યુવતીઓના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. રાત્રે આઠ વાગ્યે બંન્ને યુવતીઓના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢીને વાડા રૂરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબી અધિકારીઓએ તેમને મૃત જાહેર કર્યા હતા. નૈના વાઘ બહેરી અને મૂંગી હતી, જ્યારે અન્ય પરિવારની રાની એકમાત્ર પુત્રી હતી. ગ્રામ પંચાયત વહીવટીતંત્રે આ કુવાને સારી રીતે સમારકામ થવુ જોઈએ જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરીથી ન બને.