વિકાસ દુબે બુધવારે રાત્રે આઠ વાગ્યે પ્રવીણ ઇન્ટરનેશનલ હોટલમાં લગ્ન કરી રહ્યો હતો ત્યારે તેણે તેના બંધ ઘર તોડીને લાખ્ખોનો એવજ ચોરી થયોછે આ બાબતે વિઠ્ઠલ વાડી પોલીસે ચોરી થયાનો ગુનો દાખલ કર્યો છે
વિકાસ દુબે તેના પરિવાર સાથે ઉલ્હાસનગર કેમ્પ નંબર ૪ ના રઘુનાથનગરમાં રહે છે. ૨૮ એપ્રિલને બુધવારે રાત્રે ૮ વાગ્યે પ્રવીણ ઇન્ટરનેશનલ હોટેલમાં તેઓ લગ્ન કરી રહ્યા હતા ત્યારે તેઓ પરિવાર સાથે ઘરને તાળુ મારીને લગ્ન માટે ગયા હતા. લગ્ન બાદ વિકાસ દુબે સવારે ૩ વાગ્યે દુલ્હન સાથે ઘરે આવ્યા હતા. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. વધુ તપાસ કરતાં ચોરો ઘરની બારીમાંથી ઘુસ્યા હોવાનું બહાર આવ્યું હતું. ચોરોએ ઘરમાં ના લોખંડના કબાટમાંથી રૂ ૩ લાખ ૬૪ હજારની રોકડ, સોનાના દાગીના અને લેપટોપ ચોરી લીધા હતા. વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોઈ પોલીસ તપાસમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે.