કલ્યાણમાં રેલ્વે ડીઝલ લોકો શેડમાં આગ. લાખ્ખો રૂપિયા ની સામગ્રી બળીને ખાક
મે 01, 2021
0
શનિવારે બપોરે કલ્યાણ પૂર્વના ડીઝલ લોકો શેડમાં આગ લાગી હતી જેમાં લાખ્ખો રૂપિયાની રેલ્વે સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કલ્યાણ રેલ્વે સ્ટેશન જંકશનની પ્રતિષ્ઠા ધરાવે છે આને કારણે પૂર્વ-પશ્ચિમમાં એક ભવ્ય રેલ્વે યાર્ડ છે જ્યાંથી માલગાડીઓનું સમારકામ કરવામાં આવે છે અને ત્યાંથી નજીક કલ્યાણ રેલ્વે સ્ટેશન ના એક નંબરથી સાત નંબર સુધીના પ્લેટફોર્મ છે. જ્યાં લાંબા અંતરની ટ્રેનો રવાના થાય છે. આને કારણે કલ્યાણ રેલ્વે સ્ટેશનને અકસ્માતનું કેન્દ્ર પણ કહેવામાં આવે છે. શનિવારે પણ, કચરો હોવાને કારણે ડીઝલ લોકો શેડમાં આગ ફાટી નીકળી હતી. કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનનુ અગ્નીશામક દળ સમયસર પહોંચી આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. આ ઘટના પ્રાથમિક તપાસમાં કચરામાંથી આગ લાગી હોવાનું કારણ સમજવામાં આવ્યું છે લાખ્ખો રૂપિયા ની રેલ્વે સામગ્રી બળીને રાખ થઈ ગઈ છે જેમાં ખાસ કરીને કેબલ અને પ્લાસ્ટિકની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.