મુંબઈ ના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહ સહિતના 33વ્યક્તિઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ ૨૮ એપ્રિલના રોજ અકોલાના સિટી કોટવાલી પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર ભીમરાજ ઘાડગેએ ફરિયાદ નોંધાવી છે.
૬ ઓક્ટોબર, ૨૦૧૩ ના રોજ તેઓ પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ધાડગે બજારપેઠ પોલીસ સ્ટેશનમાં જોડાયા હતા. અહીં કામ કરતી વખતે, તે બાંધકામના કેસમાં છેતરપિંડીનો મામલો તેમની પાસે તપાસ હેઠળ હતો. આ કેસમાં મૃતકના નામ પર બિલ્ડિંગ પરમિટ મળી હતી. આ કેસમાં ૨૬ આરોપી હોવાનું તારણ કાઢવા માં આવ્યું હતું. જેમાં બિલ્ડરો, કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ તત્કાલીન કમિશનરો અને ટાઉન પ્લાનિંગ વિભાગના અન્ય અધિકારીઓ શામેલ છે.
દરમિયાન, જ્યારે આ ગુનામાં મજબૂત પુરાવા હતા, ત્યારે તે પુરાવાઓને જાણી જોઈને નજરઅંદાજ કયૉ હોવાનો ધાડગેએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કમિશનર પરમવીરસિંહે મારા પર દબાણ કર્યું હતું કે આ કેસમાંથી મ્યુનિસિપલ કમિશનર અને અન્ય અધિકારીઓનાં નામ હટાવો. તેમણે કહ્યું કે સિંઘને તત્કાલીન સ્થાનિક પોલીસ અધિકારીઓએ પણ ટેકો આપ્યો હતો. તેથી, ધાડગેએ નોંધાવેલી ફરિયાદમાં પરમવીર સિંહની સાથે પોલીસના ચાર તત્કાલીન નાયબ કમિશનરો અને અન્ય વરિષ્ઠ પોલીસ નિરીક્ષકો અને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે.
શુક્રવારે અકોલાના સિટી કોટવાલી પોલીસ સ્ટેશનથી બાઝારપેઠ પોલીસ સ્ટેશનમાં કેસ વગૅ કરવામાં આવ્યો છે અને કલ્યાણમાં હાલના મદદનીશ પોલીસ કમિશનર અનિલ પોવાર આ કેસની તપાસ કરશે. દરમિયાન, પોલીસ ડેપ્યુટી કમિશનર વિવેક પાનસરે અને બાઝારપેઠ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર યશવંત ચવ્હાણનો વધુ માહિતી માટે સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.