‘કોરોના મહામારીમાં મનને સ્થિર કેવી રીતે રાખવું - ભાગ ૨ ?’ આ વિશે ઑનલાઈન વિશેષ પરિસંવાદ !
કોરોના મહામારીને કારણે નિર્માણ થયેલી પરિસ્થિતિમાં અનેક લોકોના મનમાં ભય, નકારાત્મકતા, નિરાશા વધી ગઈ છે, તેમજ કેટલાકના માનસિક સંતુલન પર પણ વિપરિત પરિણામ થયું છે. આવી સ્થિતિમાં નિયમિત સાધના કરવાથી માનસિક તણાવ, ભય ન્યૂન થઈને મન ચિંતામુક્ત થાય છે અને આનંદી રહી શકાય છે. ઈશ્વરને કરેલી પ્રાર્થનાથી આપણને અનન્યસાધારણ બળ મળે છે. પ્રાર્થનાથી રોગનિવારણ થાય છે, આ વાત આધુનિક વિજ્ઞાને પણ વિવિધ પ્રયોગો દ્વારા માન્ય કરી છે. આપણું મનોબળ અને સકારાત્મકતા વધે એ માટે આપણા જીવનમાં પ્રાર્થનનો આધાર લેવો જોઈએ. વર્તમાનના પ્રદૂષિત વાતાવરણમાં હવાની શુદ્ધિ સાથે ઝેરીલા વાયુ અને કિરણોત્સર્ગ સામે રક્ષણ કરનારો ‘અગ્નિહોત્ર’ વિધિ પણ અવશ્ય કરવો. વર્તમાન આપત્કાળમાં આવા વિવિધ ઉપાયોનો આધાર લઈને નિયમિત સાધના કરો, એવું આવાહન સનાતન સંસ્થાના ધર્મપ્રચારક સદ્ગુરુ નંદકુમાર જાધવે કર્યું. હિંદુ જનજાગૃતિ સમિતિ વતી આયોજિત ‘કોરોના વૈશ્વિક મહામારી : મનને સ્થિર કેવી રીતે કરવું ? - ભાગ ૨’ આ ‘ઑનલાઈન વિશેષ પરિસંવાદ’માં તેઓ બોલી રહ્યા હતા. આ કાર્યક્રમ ‘ફેસબુક’ અને ‘યુ-ટ્યૂબ’ના માધ્યમો દ્વારા 7827 લોકોએ નિહાળ્યો.
હરિયાણા ખાતેના વૈદ્ય ભૂપેશ શર્માએ કહ્યું કે, ‘કોરોના મહામારીમાં આપણા આરોગ્ય માટે તાત્પુરતા ઉપાય કરવાને બદલે આયુર્વેદમાંના સૂત્રોનો નિરંતર આપણી દિનચર્યામાં યોગ્ય રીતે આધાર લેવાથી આપણને શારીરિક અને માનસિક બળ મળશે. ઑક્સિજન સિલિંડર દ્વારા શરીરને પ્રાણવાયુ (ઑક્સિજન) આપવો, એ તાત્પુરતા ઉપાય પર આધારિત રહેવાને બદલે આપણા આહારમાં શુદ્ધ તેલ, ઘી જેવી બાબતોનો સમાવેશ કરવાથી શરીરમાંનો વાયુ નિયંત્રિત રહે છે. તે સાથે જ શરીર પર અભ્યંગ (તેલ)નો ઉપયોગ કરવાથી પ્રાણવાયુનો સ્તર સુધરે છે. વાસી અન્ન ખાવાને બદલે યોગ્ય આહાર લઈને નિયમિત વ્યાયામ, યોગાસનો, પ્રાણાયામ કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, આ વાત ધ્યાનમાં લેવી જોઈએ. લોકોએ ધર્મપાલન અર્થાત્ જીવન જીવવા માટે નિર્ધારિત કરેલા નિયમોનું પાલન કરવું જોઈએ.’
આ સમયે બોલતી વેળાએ હિંદુ જનજાગૃતિ સમિતિના મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોના સમન્વયક શ્રી. આનંદ જાખોટિયાએ કહ્યું કે, ‘વર્તમાન કાળમાં કોરોના વિષાણુથી ઘેરાયેલા હોવા છતાં અનેક લોકો આગેવાની કરીને લોકોની સહાયતા કરી રહ્યા છે; પણ તે સાથે જ સ્વાર્થી વૃત્તિથી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર, ઔષધોનો કાળોબજાર, નફાખોરી સાથે જ અનેક ગેરપ્રકાર ચાલુ છે. આ ગેરપ્રકારોને ઉજાગર કરવા માટે જનતાએ આગેવાની કરવી પડશે. વર્તમાન કાળમાં સહુકોઈએ શિસ્તનું પાલન કરવું આવશ્યક છે. વર્તમાન સ્થિતિનું ગાંભીર્ય ધ્યાનમાં લેતાં શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બળ પ્રાપ્ત થવા માટે યોગ્ય દિનચર્યાનો નક્કી જ લાભ થશે.’
રમેશ શિંદે : 9987966666