થાણે પાલિકાના આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ માટે ટોકન આપવામાં આવી રહ્યા છે ત્યારે અડધા નાગરિકોને ખાલી હાથે પાછા ફરવું પડે છે. તો રસીનો સ્ટોક ક્યાં જાય છે? આ પ્રશ્ન શિવસેનાના વરિષ્ઠ કોર્પોરેટર નરેશ મનેરાએ સ્થાયી સમિતિની બેઠકમાં ઉઠાવ્યો હતો.આ રસીઓ ક્યાંથી આવે છે? શું આ રસીઓ ખાનગી હોસ્પિટલોને વેચાય છે? ભાજપના કોર્પોરેટર ભરત ચવ્હાણ દ્વારા આ પ્રકારના આરોપ લગાવ્યા બાદ હવે શું થાણામાં રસી કાળાબજાર કરવામાં આવી રહ્યા છે કે શુ? આવો પ્રશ્ન આ સમય પર સામે આવ્યો.
થાણે મહાનગર પાલિકાની હદમાં રસીકરણ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે અને ઘોડબંદર સ્થિત આનંદનગર આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો હિસાબ રાખવામાં આવતો નથી. રસીના ડૉઝ આરોગ્ય કેન્દ્ર પર પહોંચે છે, અને પ્રાપ્ત ડૉઝના સંદર્ભમાં નાગરિકોને ટોકન આપવામાં આવે છે. જોકે, કોર્પોરેટર નરેશ મનેરાએ જાહેર કર્યું છે કે ટોકન આપેલા અડધા નાગરિકોને ઘરે પરત મોકલવામાં આવી રહ્યા છે. આ સંદર્ભમાં, મનેરાએ સ્થાયી સમિતિની બેઠકમાં પ્રશાસનને જવાબ આપવા જણાવ્યું હતું. જ્યારે રસીકરણ કેન્દ્રમાં ૨૦૦ રસી હોય ત્યારે ફક્ત ૧૦૦ લોકોને રસી કેમ અપાય છે? આ સવાલ મનેરાએ પણ ઉઠાવ્યો હતો. આ એક ગંભીર બાબત છે અને વહેલી તકે તપાસ હાથ ધરવામાં આવશે તેમ સ્થાયી સમિતિના અધ્યક્ષ સંજય ભોઇરે જણાવ્યું હતું. તેના પર સ્પીકર સંજય ભોઇરે આ સંદર્ભમાં તાકીદની બેઠક બોલાવી સંબંધિત રસીકરણ કેન્દ્રના તબીબો, નર્સો અને અધિકારીઓને બોલાવવા આદેશ આપ્યો હતો.
થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રસીકરણ અભિયાનમાં સત્તાધારી શિવસેનાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને રસીનો સ્ટોક પૂરો થઈ ગયો છે. બુધવારે મેયર નરેશ મ્હસ્કેએ વડા પ્રધાન કાર્યાલયને સીધુ ટિ્વટર કરીને સમયસર રસીના સપ્લાયની માંગ કરી હતી. જો કે, હવે જ્યારે તેમના જ પક્ષના સભ્યનું કહેવું છે કે પાલિકા રસીઓના હિસાબ રાખવામાં બેદરકારી દાખવે છે, તો એવી શંકા સેવાઈ રહી છે કે ક્યાંક રસીનુ માર્કેટિંગ કરવામાં આવી રહ્યું તો નથીને.