ડોમ્બિવલી ઈસ્ટ ના કલ્યાણ-શીલફાટા માર્ગ ઉપર કટાઇ નાકા વિસ્તારમાં આવેલી પાણીની પાઈપ લાઈન આજે સાંજે ફરી એક વાર તુટતા આ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં પુરજેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
પાઈપલાઈનમાંથીનિકળેલુ પાણી આખા રસ્તા ઉપર ભરાયા હોવાથી ઘણા વાહનો રસ્તા મા બંધ થઈ ગયા હતા. અનેક દુકાનો અને મકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. સમગ્ર કલ્યાણ શીલ રોડ ઉપર પૂરને કારણે બંન્ને બાજુ ટ્રાફિક જામ થઈ ગયો હતો. કટાઇ નાકા નજીક એમઆઈડીસીની ૧,૭૭૨ વ્યાસની પાઈપલાઈન ફુટવાના કારણે હજારો લિટર પાણીનો બગાડ થયો હતો. ભારે પાણીના પ્રવાહને કારણે રસ્તો છલકાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ એમઆઈડીસીના અધિકારીઓએ તાત્કાલિક સમારકામનું કામ શરૂ કર્યું હતું. પરંતુ સમારકામ કરવામાં લાંબો સમય લાગશે, તેથી થાણે શહેર અને ગ્રામીણ કલ્યાણના પાણી પુરવઠાને અસર થશે.વારં વાર ફુટતી પાઈપલાઈન ને લીધે સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે.