કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધારવાડી ડમ્પિંગ ગ્રાઉન્ડ પર સતત પ્રથમ વર્ષે કચરો ફેંકવાનું બંધ કરાયું છે. મ્યુનિસિપલ કમિશનર ડો.વિજય સૂર્યવંશીએ માહિતી આપી હતી કે છેલ્લા બે દિવસથી શહેરમાંથી એકઠો કરાયેલ કચરો યોગ્ય રીતે સંચાલિત કરવામાં આવી રહ્યો છે.કમિશનરે જણાવ્યું કે નાગરિકો દ્વારા આપવામાં આવેલા સહયોગને કારણે પાલિકા આ સ્તરે પહોંચી શક્યું છે.
કલ્યાણ પશ્ચિમમાં આધારવાડી વિસ્તારમાં પાલિકાનું ડમ્પિંગ ગ્રાઉન્ડ શહેરના નાગરિકોની સાથે વહીવટ માટે માથાનો દુખાવો સમાન હતું. છેલ્લા કેટલાક વર્ષોથી પાલિકાને કોર્ટની લડતનો સામનો કરવો પડ્યો હતો. ૨૫ મે, ૨૦૨૦ ના રોજ પાલિકાએ કોરોના મહામારી દરમિયાન શૂન્ય કચરા અભિયાનના પડકારને સ્વીકાર્યો. શહેરના નાગરિકોને ભીના અને સુકા કચરાને અલગ રાખવા સૂચના આપવામાં આવી હતી. તે જ રીતે ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા એકત્રિત કચરાને વિવિધ સ્વરૂપોમાં એકત્રિત કરવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા હતા. શહેરમાં કચરો દૂર કરવામાં આવ્યો હતો. જેના પગલે આજે ઉંબરેડ ખાતે ૩૫૦ મેટ્રિક ટન કચરો અને બારાવે ખાતે ૨૦૦ મેટ્રિક ટનનો સફળ નિકાલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૫૦ મેટ્રિક ટન શહેરનો કચરો સ્થળ પર નિકાલ કરવામાં આવે છે. શહેરમાં પાંચ બાયોગેસ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે. આ ઉપરાંત પાલિકાએ કપડાં, કાચ, લાકડાના ફર્નિચર, ઇ-કચરાના સંગ્રહ માટે ખાનગી કોન્ટ્રાક્ટરની નિમણૂક કરી છે, જેના દ્વારા પાંચ ટન કચરો એકત્રિત કરવામાં આવે છે. હાલમાં, શહેર ૨૫૦ ટન ભીનો કચરો અને ૨૦૦ ટન સુકો કચરો એકત્રિત કરે છે
બારોવે ખાતે પ્લાસ્ટિકમાંથી બળતણ બનાવવાનો પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. લોકડાઉનને કારણે ઇંધણની માંગમાં ઘટાડો થયો હોવાથી હાલમાં આ પ્રોજેક્ટ પૂર્ણ ક્ષમતાથી કાર્યરત નથી. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડેપ્યુટી કમિશનર રામદાસ કોકરેએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટમાં દરરોજ છ ટન પ્લાસ્ટિક ઇંધણનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે.