થાણા જિલ્લાના બદલાપુર ખાતેના રમેશવાડીમાં એલપીજી ગૅસ સિલેન્ડર લિકેજ થતાં ધડાકો થઈ મકાનને આગ લાગી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે. તે પૈકી બંન્નેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. ઘાયલોમાં બે નાના બાળકોનો સમાવેશ છે.
ઘરમાં એલપીજી ગેસને કારણે આગ ભભૂકી ઉઠી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા છે. બદલાપુર શહેરના રમેશવાડી વિસ્તારમાં જય હાઇટ્સ ઈમારત માં આ અકસ્માત થયો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઈજાગ્રસ્ત પાંચમાંથી બેની હાલત નાજુક હોવાનું જણાવાયું છે.
નિલેશ તાઈડે તેમના પત્ની, બાળકો સાથે બદલાપુરના રમેશવાડી વિસ્તારમાં આવેલી જય હાઇટ્સ બિલ્ડિંગમાં રહેતા હતા અને ગઈ કાલે રાત્રે રસોઇ બનાવતા હતા. લાંબા સમયથી એલપીજી ગેસ સિલિન્ડર લિક થઈ રહ્યો હોવાથી તેણે સમારકામ માટે મિકેનિકને બોલાવ્યો હતો. મિકેનિક સિલિન્ડરનું સમારકામ કરી રહ્યો હતો ત્યારે સિલિન્ડરમા અચાનક ધડાકો થયો હતો. આ ઉપરાંત સિલેન્ડરમાંથી મોટી માત્રામાં ગેસ નીકળ્યો હતો અને તે આખા ઘરમાં ફેલાઈ ગયો હતો. જેના કારણે આગ ફાટી નીકળી હતી. તાઈડે, તેની પત્ની, બે બાળકો અને સમારકામ માટે આવેલા મિકેનિક સહિત પાંચ લોકો આગની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની માહિતી મળતાં ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક આગને કાબૂમાં લઈ લીધી હતી. કહેવાય છે કે બિલ્ડીંગ મા રાખેલા અગ્નીશામક સિલેન્ડર આગ પર કાબુ મેળવવા કામે આવ્યા હતા.ઘાયલોને પડોશીઓની મદદથી ઉલ્હાસનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.