Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

રાજસ્થાનથી ચેન્નઇ સગીર યુવતીને ભગાડનાર યુવકને કલ્યાણ જીઆરપીએ ઝડપી લઈ રાજસ્થાન પોલીસને હવાલે કર્યો


કલ્યાણ જીઆરપીએ પ્રેમજાળમાં ફસાવી સગીર યુવતીને રાજસ્થાનથી ભગાડી ચેન્નાઇ જનારા યુવાન ને ઝડપી લીધો છે અને આ વ્યક્તિ ને રાજસ્થાન પોલીસને હવાલે કર્યો છે.  બંન્ને રાજસ્થાનના જલોર જિલ્લાના વતની છે.  ભગાડી આવનાર યુવાન નુ નામ સાદિક ખાન હોઈ,તેના અગાઉ લગ્ન પણ થયેલ છે અને તે ૧ બાળકનો પિતા પણ છે, તેણે મંગલસૂત્ર ગળામાં નાખી એક સગીર છોકરીને દક્ષિણ ભારત તરફ જઈ રહ્યો હતો.  આ અંગેની જાણ કલ્યાણ જીઆરપીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વાલ્મિક શાર્દુલને થતાં જ તેમણે તાત્કાલિક પોલીસ ટીમ સાથે પીએસઆઈ મોહન ઘાસ્ટને સ્ટેશન પર મોકલી આપ્યો હતો.  તે સમયે, ટ્રેન કલ્યાણ સ્ટેશનમાં આવી રહી હતી.  પીએસઆઈ ટીમે એસી કમ્પાર્ટમેન્ટ ની તલાશી લીધી હતી, જેમાં સાદિક ખાન નામની વ્યક્તિ સગીર યુવતી સાથે ઝડપાઇ હતી.  પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંન્ને રાજસ્થાનથી ભાગી છુટયા બાદ અમદાવાદ આવ્યા હતા અને ત્યાંની એક હોટલમાં રોકાયા હતા.  જીઆરપીના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર વાલ્મિક શાર્દુલે જણાવ્યું કે આ લોકો અમદાવાદથી ચેન્નઇ જઇ રહ્યા હતા.  બાતમી મળતાની સાથે જ અમારી ટીમે કલ્યાણ સ્ટેશનનો કબજો લીધો.  બંન્નેની અટકાયત કર્યા બાદ તરત જ રાજસ્થાન પોલીસને માહિતી આપવામાં આવી હતી.  રવિવારે રાજસ્થાન પોલીસ આવી ત્યારે યુવતીની તબીબી સારવારની કાયદેસરની કાર્યવાહી બાદ જલોર કોટવાલીના એએસઆઇ ભગીરથ બિશનોઇની ટીમને સોંપવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads