ઉલ્હાસનગરના પૂર્વ ધારાસભ્ય જ્યોતિ પપ્પુ કલાનીનુ આજે સાંજે હાર્ટ એટેકના કારણે દુ:ખદ અવસાન પામ્યા છે. તે ૭૦ વર્ષના હતાં. તેમના મૃત્યુના સમાચારથી શહેરમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. શહેરનાં પ્રથમ સિંધી મહિલા મેયર અને પ્રથમ ધારાસભ્યનો ખિતાબ જીતનારા ઉલ્હાસનગરના શક્તિશાળી મહિલા નેતા જ્યોતિ કલાણીને લોકો હંમેશાં યાદ રાખશે. તેઓ સિંધી સંસ્કૃતિના ખૂબજ હિમાયતી હતા અને સિંધી સમુદાય માટે અને શહેર વિકાસ માટે ઘણા વિકાસ કાર્યો તેમણે કર્યા છે. જેમાં સિંધુ ભવન શહેર ને ટૂંક સમયમાં મળવાનુ છે, જે તેમના ધારાસભ્ય સમયગાળામાં ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન મંજૂર કરવામાં આવ્યું હતું. શહેરના તમામ આગેવાનો અને શહેરવાસીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
ઉલ્લાસ નગરના પૂર્વ ધારાસભ્ય જ્યોતિ કલાનીનુ નિધન
એપ્રિલ 18, 2021
0