ડોમ્બિવલીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં માસ્ક વિના ફરતા યુવક ઉપર કારવાઈ કરવા જનારા પોલીસ ઉપર કુતરાને છોડી પોલીસ ને જખમી કરાયો હતો
કોરોના ચેપને રોકવા માટે માસ્કનો ઉપયોગ કરવો મહત્વપૂર્ણ છે. જો કે, કેટલાક નાગરિકો હજી પણ માસ્ક પહેરેલા દેખાતા નથી. તેથી વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે, કાર્યવાહી કરવા આવતા લોકો પર હુમલા થયાના સમાચાર છે. ડોમ્બિવલીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં માસ્ક વિના ફરનારા યુવકે કૂતરાને સીધો પોલીસ પર છોડી દીધા હતો. કૂતરાએ બટકુ ભરીલેતા પોલીસ જવાન ઘાયલ થયો છે. આ કેસમાં બંન્ને યુવકની ધરપકડ કરવામાં આવી છે
કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના ચેપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ બેકગ્રાઉન્ડમાં પોલીસ અને મહાનગર પાલિકાની એક્શન સ્કવોડ દ્વારા કોઈપણ કારણ વગર અને માસ્ક પહેર્યા વગર ફરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે પોલીસની મદદથી એક્શન સ્કવોડ ડોમ્બિવલી પૂર્વના રામનગર પોલીસ સ્ટેશનમાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે એક અજીબ ઘટના બની છે.
ગણેશ ઓટોમોબાઈલ નામનું એક ગેરેજ આ ક્ષેત્રમાં છે. આ ગેરેજની સામે ત્રણ લોકો બેઠા હતા. તેણે માસ્ક પહેર્યો નોહતા. આ દુકાનમાં બે પાળેલા કૂતરા હતા. સ્ક્વોડ કર્મચારીઓએ ત્રણેયને માસ્ક ન પહેરવા બદલ ૫૦૦ રૂપિયાનો દંડ ભરવા જણાવ્યું હતું ત્યારે ત્રણેયે કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.અને ધક્કા મુક્કી શરૂ થઈ. પોલીસ સહિતના સ્ક્વોડના કેટલાક જવાનોને ધક્કો માર્યો હતો. ત્યારે યુવકોએ કૂતરાને છૂ કરી બીટ પોલીસ અધિકારી અનિલ તાઈડે ઉપર છોડતા કતરાએ તેમને બટકુ ભરતા તેઓ જખમી થયા હતા.