કમિશનરને થાણેની તમામ હોસ્પિટલોનું અગ્નિ, માળખાકીય અને ઓક્સિજનનું નિરીક્ષણ પૂર્ણ કરવા સૂચના
ગઈકાલે મોડીરાત્રે મુમ્બ્રાની પ્રાઈમ ક્રિટીકેર હોસ્પિટલમાં આગ લાગતાં ૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં. મુખ્યમંત્રીએ પીડિતોના પરિવાર માટે ૫ લાખ અને ઘાયલોને ૧ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. આજે શહેરી વિકાસ મંત્રી એકનાથ શિંદેએ હોસ્પિટલની મુલાકાત લઇ તેનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન વતી મૃતકોના પરિવારજનોને ૫ લાખ રૂપિયાની વધારાની સહાયની જાહેરાત કરી હતી.
મુમ્બ્રાની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં અનેક દર્દીઓનાં મોત નીપજ્યાં હોત. જો કે, આગની જાણ થતાં જ દર્દીઓને તાત્કાલિક અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. પ્રારંભિક તપાસ સૂચવે છે કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી. આઇસીયુમાં આગ લાગી નોહતી, પરંતુ દર્દીઓ ખસેડતી વખતે ચાર લોકોના ગૂંગળામણને લીધે મોત નિપજ્યા હતા.
હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની ગંભીર નોંધ લેતા શ્રી શિંદે દરેક હોસ્પિટલનું આગ, માળખાકીય અને ઓક્સિજન ઓડિટ વહેલી તકે હાથ ધરવા સૂચના આપી હતી જેથી આ ઘટના ફરીથી ન બને એવુ કમિશનર ડૉ.વિપિન શર્માને કહ્યું હતું. પાલક મંત્રી શ્રી શિંદેએ સંબંધિત અધિકારીઓને આગના કારણો શોધવા માટે પણ નિર્દેશ આપ્યા છે.
થાણે નજીકના મુમ્બ્રા વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં આગ ભભૂકી ઉઠી હતી, જેમાં ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં અને અન્ય ઘાયલ થયા હતા, એમ ગૃહ પ્રધાન જિતેન્દ્ર અવહાડે જણાવ્યું હતું.
પ્રાથમિક માહિતી અનુસાર આગ શોટ સર્કિટને કારણે લાગી હતી.આ બનાવની તપાસ કરવામાં આવશે તેમ મુલાકાતે આવેલા હાઉસિંગ મંત્રી જિતેન્દ્ર અવહાડે જણાવ્યું હતું.
આ ઘટનામાં મૃત્યુ પામનારા લોકોમાં યાસ્મિન સૈયદ (ઉ. ૪૬), નવાબ શેખ (ઉ.૪૭ ), હલિમા સલમાની (ઉ.૭૦ ) અને હરીશ સોનાવણે (ઉમર) ૫૭)નો તેમાં સમાવેશ થાય છે.
ગૃહ પ્રધાન જિતેન્દ્ર અવહાડે ઘટના સ્થળે મુલાકાત લીધી હતી અને સબંધીઓને સરકાર તરફથી મદતનુ આશ્વાસન આપ્યું હતું.