Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ડોમ્બીવલી આઈ.ડી.બી.આઈ. માં સાઇબર હુમલો, ૩૭ ખાતા ધારકોના ૮ લાખ ગાયબ


ડોમ્બીવલીના ફડકે રોડ પર આવેલી આઈ.ડી.બી.આઈ  બૅન્કમાના ખાતા માંથી ફ્રોડ કરી આઠલાખ રૂપિયા ગાયબ થઈ જતાં અનેક ખાતા ધારકો બૅન્કમાં દોડી જઈ ફરિયાદ કરી છે આ બાબતે ૩૭ જેટલા ખાતા ધારકોએ ડોમ્બીવલી પોલીસ માં ફરિયાદ કરી છે અને અત્યાર સુધીમાં કુલ ૮ લાખ રૂપિયા ગાયબ થાય છે આ પૈસા ગુડી પાડવાના દિવસે ગાયબ થયાનું એક મહિલા ખાતા ધારકે તેની ફરિયાદમાં જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે એક તરફ કોરોનાનો માર સામાન્ય લોકો ઝીલી રહ્યા છે ત્યાં બેંક ખાતા માંથી  આરીતે રુપિયા ગાયબ થાય છે. બઁકના મેનેજરએ કહ્યું કે અમોએ અમારા ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી છે. અને હવે તમે પોલીસમાં ફરિયાદ કરી તેની પ્રત બૅન્કમાં જમા કરવો એવું જણાવતા સર્વે ખાતા ધારકો પોલીસ સ્ટેશને દોડી જઈ ફરિયાદ કરી છે આ બાબતે ડોમ્બીવલી વિભાગના સહાયક પોલીસ કમિશનર જે. ડી. મોરેનો સંપર્ક સાધતાં તેઓએ કહ્યું કે ૩૭ ખાતા ધરકોના તેમના ખાતામાંથી કુલ ૮ લાખ રૂપિયા ગાયબ થયાછે અને પ્રાથમિક તપાસમાં આ ફ્રોડ સ્કીમીંગ ફ્રોડ (Skimming Fraud) હોવાનું જણાઈ આવે છે. આ અંગે તપાસ શરૂ કરી છે અને આરોપીની શોધ શરૂ છે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads