કલ્યાણ પશ્ચિમમાં રેલ્વે સ્ટેશન તરફ જતા માર્ગ પર વપરાયેલા મેડિકલ વેસ્ટ જેવા પી.પી.ઇ. કીટ, માસ્ક, હેન્ડ ગ્લોવ્સ વગેરે ફેંકી દેવા બદલ પાલિકાના વહીવટીતંત્રે સંબંધિત તબીબ સામે કાર્યવાહી કરી છે. કેડીએમસીએ સંબંધિત હોસ્પિટલના ડોક્ટર પાસેથી ૧૦,૦૦૦ રૂપિયા દંડ વસૂલ કર્યો છે.
મંગળવારે, ૧૩ એપ્રિલના રોજ અહેવાલ આપ્યો કે સ્ટેશન રોડ તરફ જતા રસ્તા પરના કચરામાં તબીબી કચરો નાખવામાં આવ્યો હતો. આની નોંધ લઈ કેડીએમસી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડેપ્યુટી કમિશનર રામદાર કોકરે અને ઇન્ચાર્જ હેલ્થ ઇન્સ્પેક્ટર જગન્નાથ વાડ્ડેએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું હતું. આ તબીબી કચરામાં સંબંધિત ડોકટરોની પ્રિસ્ક્રિપ્શનો પણ મળી આવી હતી. આ કેસમાં કેડીએમસી વહીવટીતંત્રએ ડેન્ટલ ક્લિનિકના ડો. ઉપાધ્યાયને જાહેર સ્થળે મેડિકલ કચરો ફેંકી દેવા બદલ,અને બેદરકારી રાખવા માટે ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.



