Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

ભિવંડીમાં કોવિડ સેન્ટરના ૧૫મા માળે બાથરૂમની બારીમાંથી બે કેદીઓ ફરાર, સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.


ભિવંડીમા શુક્રવારે સવારે કલ્યાણ બાયપાસ રોડ પર રંજનોલી ખાતે ટાટા આમંન્ત્રા કોવિડ સેન્ટરના ૧૫ મા માળે કોરોના ના બે કેદીઓ સારવાર લઈ રહ્યા હતા ત્યારે શુક્રવારે સવારે બંન્ને કેદીઓએ બાથરૂમની બારીનો કાચ કાઢી બાથરૂમની પાઇપ નીચે લપસી જઈ ફરાર થયા હતા. પોલીસે બંન્ને ફરાર આરોપીઓ વિરુદ્ધ શુક્રવારે કોંન ગાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. ગાજીદરા જાફરી (ઉમર ૨૫) અને ખુર્શીદ અબ્દુલ હમીદ શેખ (ઉમર ૩૩) નાસી છૂટનારા બંન્ને કેદીઓનાં નામ છે. 

કોરોનાના સંક્રમણ એ કલ્યાણની આધારવાડી જેલમાં ઘૂસણખોરી કરી છે અને જેલના ૩૦ કેદીઓને થોડા દિવસો પહેલા કોરોના થવાથી તેમને થાણા સેન્ટ્રલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોરોનાથી સંક્રમિત આ બધા કેદીઓની સારવાર અહીંની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. ૧૯ એપ્રિલના રોજ કોરોના પરીક્ષણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે બંન્ને ભાગેડુ ગાજીદરા જાફરી અને ખુશી્દ અબ્દુલ બંન્નેને કલ્યાણ-ભિવંડી રોડ પર રંજનોલી નાકા બાયપાસ સ્થિત તાતા આમંત્રા કોવિડ સેન્ટરના ૧૫ મા માળે સારવાર માટે દાખલ કરાયા હતા. પરંતુ સારવારનો લાભ લઈ તેણે ૧૫ માળના રૂમમાં બાથરૂમની બારીમાંથી કાચ કાઢી અને પાઇપ મારફત બહાર નીકળી જઈ ફરાર થઈ ગયા હતા. આ બાબતે પોલીસે કોંન ગામ પોલીસ મથકે ગુનો નોંધી ફરાર કેદીઓની શોધખોળ હાથ ધરી છે.પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવન શેરખાને વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads