Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

થાણેમાં રીમડેસિવીર ઇંજેકશન બ્લેકમાં વેચનારા બેની ધરપકડ


રીમડેસિવીર ઈન્જેક્શનના બ્લેક માર્કેટમાવેચવાના આરોપ પકડાયેલા આરોપીઓના નામ આતિફ ફારોગ અંજુમ અને પ્રમોદ ઠાકુર છે. ફરિયાદી કૈલાશ દશરથ ખાપેકરે વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

થાણેમાં પોલીસે ૨૧ રીમડેસિવીર ઇંજેકશનોનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે ઈન્જેકશનોસ્ટોક વહન કરતા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. થાણે ખંડણી વિરોધી સ્કવોડૅએ આ કાર્યવાહી કરી છે. આ દરેક ઇન્જેક્શન ૫૦૦૦ રૂપિયાથી ૧૦,૦૦૦ સુધી વેચવાના હતા. આઘાતજનક રીતે, આમાંના કેટલાક ઇન્જેક્શન મહારાષ્ટ્ર સરકાર માટે નોટ ફોર સેલ તરીકે લખવામાં આવેલા છે. આનો અર્થ એ થયો કે ઇન્જેક્શન મ્યુનિસિપલ કોવિડ સેન્ટરથી વિના મૂલ્યે લઈ જવામાં આવેલ છે અને બહાર મોંઘા ભાવે વેચવામાં આવે છે.

ધરપકડ કરાયેલા બેમાંથી એક મુલુંડના એક ખાનગી નર્સિંગ હોમમા નોકરી કરે છે. થાણાના ચીફ મેડિકલ ઓફિસર બે દિવસ પહેલા લાંચ લેતા ઝડપાયા હતા, હવે આ ઈંજેકશનનું કાળા બજાર ચર્ચામાં આવ્યું છે, ત્યારે શું થાણેનો આખો મેડિકલ વિભાગ ભ્રષ્ટાચારની જાળમાં સપડાઈ ગયો છે? આ સવાલ ઉભો થાય છે

ક્રાઇમ બ્રાંચ દ્વારા પકડાયેલા આરોપીઓમાં આતિફ ફારોગ અંજુમ અને આરોપી પ્રમોદ ઠાકુરનો સમાવેશ થાય છે. ફરિયાદી કૈલાશ દશરથ ખાપેકરે વાગલે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે પ્રમાણે, વાગલે એસ્ટેટ પોલીસે કલમ ૪૨૦, કલમ ૩૪, ફકરો ૨૬, ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર ૨૦૧૩, કલમ 3 (2) (સી) હેઠળ આવશ્યક ચીજવસ્તુઓનું ઉલ્લંઘન અને કલમ 7 (1) (એ) હેઠળ ગુનો નોંધ્યો છે. (ii) પોલીસને આશંકા છે કે પાલિકાની કોવિડ હોસ્પિટલનો ડોક્ટર આમાં સામેલ હતો. તે મુજબ આગળની તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads