આગ ઉપર કંટ્રોલ મેળવ્યો હોવા છતાં, આગમાં એકજ કલ્લાક માં આખી મોતીની ફેકટરી બળીને ખાક થઈ છે. માત્ર, આ દૂરધટનામા કોઈ જાનહાનિ નોંધાઈ નથી.પરંતુ ફેક્ટરી માં નો લાખો રુપીયા ના પ્લાસ્ટિકના મોતીનો જથ્થો અને મશીનો બાળી ખાક થયા છે.
જ્વલનશીલ સામગ્રી
ભિવંડીમા આગ લાગવાના બનાવો રોકાતા નથી, આજે ફરી બપોરના સમયે મોતી કારખાના ને આગ લાગી. આ કારખાના માં કેમિકલ જ્વલનશીલ પદાર્થ ની સાથે પ્લાસ્ટિક દાણાઓ માંથી તૈયાર કરેલા મોતી મોતીનો જથ્થો રાખ્યો હતો આ કારખાનામાં આગ લાગતાં આ કારખાના માં કામ કરનારા કામદારો કામ છોડીને કારખાના ની બહાર દોડી આવ્યા તેને લીધે આ દૂગૅટનાથી કોઈ જાતની જાનહાનિ નોંધાઈ નહી. હાલમાં આગ ઉપર સંપૂર્ણ કાબૂમાં હોઈ કુલીંગ કામ સુરુ છે. આગનુ ખરુ કારણ હજુ સમજી શકાયુ નથી.
ભિવંડી આગની ધટના ઓ થોભશે ક્યારે ?
ભિવંડી શહરમા મોટાપાયે નાગરીવસ્તી માં અનેક મોતી ની ફેક્ટરી અથવા વેરહાઉસ આવેલ છે, તેમાં જ્વલનશીલ તેમજ અતિશય જોખમી રસાયણો અને સાહિત્ય હોય છે. ચાર વર્ષ જુની ધટના માં એક મોતી કરખાના આગ લગતા 2 કમગારોના મૃત્યુ થયા હતા. તે સમયે પાલિકા પ્રશાસન એ શહેરમાના મોતી કારખાના ઓ બંધકરવા નિણૅય લીધો હતો અને સંબંધિત કારખાના, મલીકોને નોટીસો બજાવી હતી.પરંતુ પાલીકા ની આ યોજના ફ્ક્ત કાગળ પરજ રહી હતી. આજે મોતી કારખાના માં લાગેલી આગ નિમિત્તે ભિવંડીની આગની ધટનાઓ થોભશે ક્યારે ? એવો સવાલ ઉભો થયો છે.