નાયબ મુખ્યમંત્રી અને નાણાં પ્રધાન અજિત પવારની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની બેઠકમાં થાણા જિલ્લાને ગુરુવારે જિલ્લા વાર્ષિક યોજના (સામાન્ય) અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માટે રૂ. ૪૫૦ કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી.
સરકારે જિલ્લા વાર્ષિક યોજના (સામાન્ય) અંતર્ગત 2021-22 યોજના માટે રૂપિયા 332.95 કરોડની મર્યાદા નક્કી કરી હતી. જિલ્લાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જિલ્લા આયોજન સમિતિએ રાજ્ય કક્ષાની બેઠકમાં આ યોજના તૈયાર કરી હતી. વિવિધ વિભાગોની માંગને ધ્યાનમાં લેતા, બેઠકમાં રૂ. 117 કરોડના વધારાને એટલે કે 450 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી.બેઠકમાં શહેરી વિકાસ પ્રધાન અને પાલક મંત્રી એકનાથ શિંદે, ગૃહ પ્રધાન જીતેન્દ્ર અવહાડ, ઝેડ.પી. પ્રમુખ સુષ્મા લોન, તમામ ધારાસભ્યો, વિભાગીય કમિશનર અન્નાસાહેબ મિસલ, કલેક્ટર રાજેશ નારવેકર, ઝેડ.પી. મુખ્ય કાર્યકારી અધિકારી ભાઉસાહેબ ડાંગડે, જિલ્લા આયોજન અધિકારી અમોલ ખંડેરે વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સાવદ ખાતે જિલ્લા હોસ્પિટલ બનાવાશે
ભિવંડી તાલુકાના સાવદ ખાતેની હાલની કોવિડ હોસ્પિટલને કાયમી જિલ્લા હોસ્પિટલ બનાવવા માટે ભંડોળની માંગ પાલક મંત્રી, જન પ્રતિનિધિ અને જિલ્લા વહીવટી તંત્રે કરી છે. પવારે ખાતરી આપી હતી કે જાહેર આરોગ્ય વિભાગ સાથે પરામર્શ કરીને આગામી બજેટમાં પૂરતા નાણાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોંકણ વિભાગના તમામ જિલ્લાઓમાંથી, એક જિલ્લો, જે નીચેના માપદંડોને પૂર્ણ કરે છે, તેમને પ્રોત્સાહક અનુદાન આપવામાં આવશે. આમાં આઈ-પાસ સિસ્ટમનો અસરકારક ઉપયોગ, આયોજન સમિતિની બેઠકોનું નિયમિતપણે આયોજન, વગર વપરાયેલ ફંડ્સ માં ઘટાડો, સમયસર વહીવટી મંજૂરી, ટકાઉ વિકાસ લક્ષ્યો તરફ પ્રગતિ, એસસી / એસટી તત્વો માટેની યોજનાઓના અસરકારક અમલીકરણ, નવીન યોજનાઓનો અમલ, સમયસર વહીવટી મંજૂરી શામેલ છે આ શિવાય અન્ય કામો નો તેમાં સમાવેશ થાય છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રાજેશ નારવેકરે જિલ્લા વાર્ષિક યોજના અંતર્ગત કામ માટે જરૂરી વધારાના ભંડોળની માહિતી આપી હતી.