Head ads

Type Here to Get Search Results !

Full Advertisement 1

કડોમપાના મેયર, ડેપ્યુટી મેયર પદ માટે ઉમેદવારી બંન્ને ઉમેદવાર બિનહરીફ ચૂંટાઇ આવેશે

    કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના મેયર તેમજ ડેપ્યુટી મેયર પદ માટે આજે શિવસેના, ભાજપ, મનસે મહાયુતીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. સોમવાર ના રોજ મહાનગરપાલિકા ની મહાસભા આયોજીત કરવામાં આવી છે.આ સભામાં મેયર તથા ડેપ્યુટી મેયર ની ચૂંટણીઓ થવાની છે. મેયર પદ માટે મહાયુતીના શિવસેના નાં ઉમેદવાર હષૉલી વિજય ચૌધરી (અટાળી- આંબીવલી) ઉમેદવારી નોંધાવી છે જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે મહાયુતીના ભાજપના ઉમેદવાર રાહુલ દામલેએ ઉમેદવારી નોંધાવી છે. આ સમયે શિવસેનાના કલ્યાણના સાંસદ શ્રીકાંત શિંદે, કલ્યાણ ગ્રામીણના આમદાર રાજેશ મોરે સહિત અનેક આગેવાનો તેમજ ભાજપના જીલ્લા અધ્યક્ષ નંદુ પરબ,નગર સેવક શશિકાંત કાબળે,અમિત ધાક્રસ,જતિન પ્રજાપતિ, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાજના સાડા પાંચ વાગ્યા સુધીનો ઉમેદવારી નોંધાવવા નો સમય હતો પરંતુ આ શિવાય કોઈએ ઉમેદવારી નોંધાવી નથી તેથી શિવસેના,ભાજપ,મનસે મહાયુતીના મેયર, ડેપ્યુટી મેયર ના ઉમેદવારોની સોમવાર ના રોજ આયોજીત મહા સભામાં ફક્ત ઔપચારિક જાહેરાત થશે.



મેયર પદની ઉમેદવાર હષૉલી ચૌધરી અગાઉ એક ટમૅ કડોમપાના નગર સેવક તેમજ વકીલાતનો અનુભવ ધરાવે છે. જ્યારે ડેપ્યુટી મેયર ના ભાજપના ઉમેદવાર રાહુલ દામલે શિક્ષીત છે. અને અગાઉ કડોમપા માં ડેપ્યુટી મેયર પદ નો અનુભવ ધરાવે છે તેમનો લાભ કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના વિકાસ કામકાજ માટે થશે.



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads