૧૫ મી ઑગસ્ટ ના રોજ નાના મોટા કતલખાનાઓ બંધ રહેવાનો નિર્ણય કાયમ, માંસ મટન ખાવા કે કંજુમ કરવા પર બંધી નથી : કમિશનર અભિનવ ગોહેલ
કલ્યાણ ડોમ્બીવલી મહાનગરપાલિકાએ મહાપાલિકા વિસ્તારના નાના-મોટા કતલખાનાઓ ૧૫ મી ઑગસ્ટ ના રોજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે તેનો કેટલાક માધ્યમોમાં ઉલટા સમાચારો દ્વારા વિરોધ થઈ રહ્યો છે તે અંગે ખુલાસો કરવા આજની પત્રકાર પરિષદ લીધી છે આ નિર્ણય આ વખતે લીધો એવું નથી પરંતુ ૧૯૮૮ મહાપાલિકા અહીં આ પ્રકારનો નિર્ણય લેવાય છે અને ક્યારે કોઈ વિરોધ થયો નથી તેથી અમોએ ફક્ત દર વર્ષે નિકળતા પરીપત્ર માફક એ નિર્ણય અંગેનું પરિપત્રક કાઢેલ છે. પત્રકારોએ પૂછેલા પ્રશ્નનો જવાબ આપતા કમિશનર અભિનવ ગોહેલે જણાવ્યું કે આ નિર્ણયમાં ક્યાંય ખાવાનો વિરોધ નથી કે મટન કે માંસ કંજૂમ કરવાનો પણ વિરોધ નથી ફક્ત નાના મોટા કતલખાનાઓ 15મી ઓગસ્ટે બંધ રહેશે એ બાબતનું પરિપત્ર છે કેટલાક રાજકીય પક્ષોના નેતાઓએ આ સંબંધી નિવેદનો આપેલ છે. તે બાબતે પણ અમો શું નિર્ણય લઈએ તે પત્રકાર પરિષદ લઈ જણાવીશું પરંતુ આજે આજ નિર્ણય કાયમ રહે છે એવું કડોમાપાના કમિશનર અભિનવ ગોહેલે જણાવ્યું હતું