કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં ની સમસ્યાઓ અને પ્રશ્નોનો અભ્યાસ કરીશ ત્યારબાદ તેનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરીશ એવું નવા કમિશનર અભિનવ ગોયલ એ આજે પત્રકારોને જણાવ્યું હતું.
કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકામાં નવા રજૂ થયેલા કમિશનર અભિનવ ગોહિલે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન ઉપરોક્ત ઉદગારો કાઢ્યા હતા. વધુમાં ગોહેલ એ કહ્યું કે હિગોલી કલેકટરનો મારો અનુભવ અહીં કામ આવશે,બીજું હું સિવીલ ઈજનેર હોવાથી તેનો ઉપયોગ પણ અહીં થશે એવું ગોહેલ એ કહ્યું. પત્રકારોએ સુચવેલા ટ્રાફિક, આરોગ્ય, શિક્ષણ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સંબંધિત પ્રશ્નોનો અભ્યાસ કરી તેને દૂર કરવાના પ્રયાસો કરીશ એવું ગોહેલ એ આ પ્રસંગે કહ્યું. આ પત્રકાર પરિષદમાં એડિશનલ કમિશનર હષૅલ ગાયકવાડ, તથા યોગેશ ગોડસે,શહેર અભિયંતા અનિતા પરદેશી અને ઉપાયુક્ત સંજય જાધવ ઉપસ્થિત રહ્યા હતા.