બિલ્ડર એસોસિએશન નવી મુંબઈ, (CREDAI - BANM) મેનેજિંગ કમિટીના શ્રી સુરેશભાઈ ઠક્કરે જણાવ્યું કે નવી મુંબઈમાં એપીએમસી બજારોના આગમન બાદ શરૂ થયેલા વિકાસની ઝડપ તાજેતરમાં એરપોર્ટના આગમન વચ્ચે વધુ ગતિ પકડી ચૂકી છે. અટલ સેતુ બાદ હવે ખારઘર-તુર્ભે લિંક રોડ અને કોર્પોરેટ પાર્કની યોજના તૈયાર થવાથી પ્રોપર્ટી બજારમાં પણ હલચલ વધી ગઈ છે. આ માહિતી ક્રેડાઈ-બિલ્ડર્સ એસોસિએશન ઓફ નવી મુંબઈના અધ્યક્ષ શ્રી રસિકભાઈ ચૌહાણ (પટેલ) અને મેનેજિંગના કમિટી શ્રી સુરેશભાઈ ઠક્કર એ આપી હતી. તાજેતરમાં 2025 થી 2027 સુધીના સમયગાળા માટે તેમને એસોસિએશનના અધ્યક્ષ અને શ્રી સુરેશભાઈ ઠક્કરને બીજી ટર્મ માટે મેનેજિંગ કમિટી માટે પસંદ કરવામાં આવ્યા છે.
એરપોર્ટ ઉપરાંત, નવી મુંબઈ પોર્ટ-ન્હાવા શેવા-જેએનપીટીની ક્ષમતા પણ બમણી થઈ રહી છે, એવું મેનેજિંગ કમિટીના શ્રી સુરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું.
એરપોર્ટના આગમન બાદ હવાઈ મથકથી સંકળાયેલા વિવિધ ક્ષેત્રોનું વલણ આ તરફ વધશે અને ભાડા તેમજ પ્રોપર્ટીની કિંમતોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પનવેલ નજીક ન્યુ પનવેલ વિકસી રહ્યું છે અને ઉરણ નજીક ત્રીજો મુંબઈ વિસ્તાર વિકસી રહ્યો છે. વિવિધ કંપનીઓ દ્વારા નવી મુંબઈમાં રોકાણ પણ વધારવામાં આવી રહ્યું છે. અટલ સેતુ બાદ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનું અંતર પણ ઘણું ઓછું થઈ ગયું છે.