શ્રી બનાસકાંઠા ચૌધરી પ્રગતિ મંડળ મુંબઇ દ્વારા મુંબઇમાં વસવાટ કરનારા સર્વે આંજણા-ચૌધરી સમાજનું વાર્ષિક સ્નેહ સંમેલન રવિવાર તા. ૧૨/૦૧/૨૦૨૫ના રોજ મલાડ (વેસ્ટ)મુંબઇ ખાતે આયોજીત કરવામાં આવેલ હોઇ હજારોની સંખ્યામાં સમાજના ભાઇ બહેનો ઉમટી પડશે એવું સમાજના મંત્રી કામરાજભાઇ પટેલ જણાવે છે.
જગમોહનદાસ ગોકળદાસ મેમોરીયલ હોલ, એમ.કે.ઇ.એસ.(એન.એલ.) કેમ્પસ, એસ.વી. રોડ, ભાદરણ નગર, રોડ નં.૧ મલાડ (વેસ્ટ) ખાતે યોજાનારા આ સંમેલનમાં કેન્દ્ર સરકારના ભૂતપૂર્વ ગૃહમંત્રી શ્રી હરીભાઇ ચૌધરી, સંસ્થાના ઉપપ્રમુખ લક્ષ્મણભાઇ પટેલ, અવચલ ચૌધરી, ટ્રસ્ટી આસજીભાઇ પટેલ તથા દલજીભાઇ પટેલ ઉપસ્થિત રહેવાના છે. સવારે ૯.૦૦ વાગ્યાથી શરુ થનારા આ સંમેલનમાં સમાજના ગુણવંત વિદ્યાર્થીઓનું ગૌરવ તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પાર પડવાના છે. આ સંમેલન કિરણભાઇ ભોળીયા, ચિંતનભાઇ પવાયા તથા જયાબેન ભટોળના સહયોગથી પાર પડવાનું છે. સંમેલનમાં મુંબઇ તેમજ ગુજરાતથી સમાજના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.