૨૩ થી ૨૬ જાન્યુઆરી સ્વપ્નામાં ઘરો પસંદગીની તક
કલ્યાણની ક્રેડાઈ- એમ. સી. એચ. આઈ આ બાંધકામ ક્ષેત્રની વિશ્વાસપાત્ર એવી સંસ્થા છેલ્લા ૧૪ વર્ષથી અહીંની જનતાને પરવડનારા ઘરો વ્યાજબી કિંમતોમાં સપના ના ઘરો આપવાનું કામ કરે છે એવું એમ.સી.એચ.આઈના સંચાલક રવિ પાટીલ એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
રવિ પાટીલે વધુમાં જણાવ્યું કે આ ગૃહોત્સવ પ્રદર્શનમાં
૫૦ થી વધુ વિકાસકો અને દોઢસોથી વધુ પ્રોજેક્ટો અહીંની જનતાને એક છત્ર હેઠળ પોતાની પસંદગીઓ વાળા સ્થળોએ ઘર ખરીદવાની સુવર્ણ તક તા. ૨૩ જાન્યુઆરી થી ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ સુધી વાસુદેવ બળવંત ફડકે મૈદાન, લાલ ચોકી, કલ્યાણ વેસ્ટ ખાતે સવારે ૧૧ થી રાત્રે ૯.૦૦ વાગ્યા સુધી શરૂ રહેશે. આ ૧૪ મુ પ્રોપર્ટી પ્રદર્શન એમ.સી.એચ.આઈ તરફથી ભરાવવાનું છે.
સંસ્થા પ્રમુખ રાજેશ ગુપ્તાએ કલ્યાણ આસપાસના ઝડપથી થઇ રહેલા વિકાસ અને આવનારા સમયમાં મેટ્રો, કનેક્ટીવીટી, સ્ટેડિયમ સહિત અન્ય વિકાસ યોજના ઓની માહિતી આપી હતી.
પ્રદર્શનમાં કલ્યાણ, ડોબીવલી, અંબરનાથ ,બદલાપુર, ટીટવાળા, શિલફાટા, તથા થાણા પરિસરમાંના સર્વ સુવિધાઓ યુક્ત ઘરો ખરીદવાની તક કલ્યાણ, ડોમ્બિવલી કરોને મળવાની છે. ૧૬ લાખથી શરૂ થઈ બે કરોડ સુધી ના ઘરો આ પ્રદર્શનમાં ઉપલબ્ધ રહેવાના છે. ગયા અનેક વર્ષોનો અંદાજ જોતા ૨૫ હજારથી વધુ નાગરિકો આ પ્રદર્શનની મુલાકાત લેશે એવો અંદાજ છે. પ્રત્યેક કલાકે લકી ડ્રો અને સ્પોટ બુકિંગ ડિસ્કાઉન્ટ ઇનામોની વણઝાર રહેવાની છે.
આ પ્રદર્શનમાં ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદે , સાંસદ શ્રીકાંત શિંદે ,સાંસદ (સુરેશ બાળ્યા મામા) ગોપીનાથ મ્હાત્રે ,માજી કેન્દ્રીય મંત્રી કપિલ પાટીલ, આમદાર રાજેશ મોરે, આમદાર કિશન કથોરે, આમદાર વિશ્વનાથ ભોઇર, આમદાર રવિન્દ્ર ચૌહાણ અને કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકા કમિશનર ડૉ.ઈન્દુ રાણી જાખર અને અન્ય મહાનુભાવો આ પ્રદર્શનની મુલાકાત લેવાના છે.