બનાસકાંઠા ચૌધરી પ્રગતિ મંડળની ચૌધરી ક્રિકેટ લીગ ફોર વુમન નું આયોજન બોરીવલીના એસ.કે ગ્રાઉન્ડ ખાતે તા. ૧૯/ ૦૧/૨૦૨૫ ના રોજ સાંજે ૪.૦૦ થી રાત્રે ૯.૦૦ વાગે કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ પાંચ મહિલા ટીમોએ ભાગ લીધો હતો. તેમાં ફાઇનલ મેચ ધાનેરા વિરુદ્ધ બોરીવલી યોજાઇ હતી તેમાં ધાનેરા મેચે વિજય કપ હાસીલ કર્યો છે. જ્યારે બોરીવલી ટીમ ઉપવિજેતા રહી હતી.
બોરીવલી વેસ્ટના એસ કે ગ્રાઉન્ડમાં યોજાયેલી વુમન ક્રિકેટ સ્પર્ધામાં કુલ પાંચ ટીમો એ ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવા મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા. આ ટીમોમાં મલાડના કેપ્ટન રમીલાબેન. જી. મહીવાળા, મીનાબેન. એસ. મોર, બોરીવલીના વર્ષાબેન. વી. જુડાળ, વર્ષાબેન. એસ. ભટોળ તથા અંજનાબેન. એસ. ગુડોલ એ મહત્વની કામગીરી બજાવી હતી. આ ક્રિકેટ સ્પર્ધાના સર્વ ખેલાડીઓને મહિલા આગેવાનો હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતા. આ આયોજનમાં વર્ષાબેન. બી. જુડાલ, નયનાબેન. એસ. ભટોળ તથા નિકિતાબેન. એસ. ગુડોલ એ ખૂબજ જહેમત ઉઠાવી વુમન ક્રિકેટ સ્પર્ધામાં ને સફળ બનાવી હતી.