કલ્યાણના ભૂષણ અને મહારાષ્ટ્ર મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ જગન્નાથ ઉર્ફે અપ્પા શિંદે ને 75 વર્ષ પૂર્ણ થતા હોવાથી તેમનો અમૃતપર્વ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવાનુ અહીંના સર્વૅ રાજકીય પક્ષોના કાર્યકરોએ નક્કી કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ ૨૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ કલ્યાણ પૂર્વના પોટે મૈદાનમાં આયોજિત કરવામાં આવ્યું છે.
![]() |
જગન્નાથ શિંદે |
આ ભવ્ય નાગરી સત્કાર સમારંભ માટે રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્યમંત્રી અજીત પવાર તથા રાષ્ટ્રવાદી પક્ષના સંસ્થાપક શરદ પવાર તેમજ વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.
મકરસંક્રાંતિના દિવસે માજીનગર સેવક નિલેશ શિંદે અને અહીંના સર્વ રાજકીય પક્ષના કાર્યકર્તાઓની ઉત્સવ સમિતિ એ સંયુક્ત રીતે એક કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સમયે માજીનગર સેવક નિલેશ શિંદે, પદાધિકારી પ્રશાંત કાળે, માજી મેયર રમેશ જાદવ, કોંગ્રેસના સચિન પોટે તેમજ ભાજપના અભિમન્યુ ગાયકવાડ અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.