ગાંધી જયંતિના દિવસે મહાત્મા ગાંધીની તસવીર પર ફુલહાર ચડાવાથી ગાંધીને આત્મસાત કરી શકાતા નથી તેના માટે ગાંધીના જીવન, ગાંધીની સાદગી, સમરસતા ના ગુણો કેળવવા જોઈએ. આજના યુવાનોમાં ગાંધીના વિચારોનો અભાવ જણાય છે એવું મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ કલ્યાણ ખાતે કહ્યું હતું.
વધુમાં ગાંધીએ કહ્યું કે આજની શિક્ષણ પધ્ધતિની ટીકા કરતાં કહ્યું કે સ્ટુડન્ટ, શિક્ષક, પ્રોફેસર,પ્રીસીપલ સર્વે બ્યુરેકેટે લાદેલી શિક્ષણ પધ્ધતિના ગુલામ છીએ. સ્ટુડન્ટ ને શું ભણવું છે શિક્ષિકાને શું ભણાવવું છે તે બ્યુરોકેટ નક્કી કરે છે એવું કહી ટીકા કરી હતી. ગાંધીએ વિદ્યાર્થીઓને ફેલ થવાથી અગર જીવનમાં નિષ્ફળ થવાથી ગભરાયા વગર આગળ વધવું જોઈએ અને મોહનદાસ ગાંધી શરૂઆતના જીવનમાં મળેલ નિષ્ફળતાઓના દાખલા ટાંકી તેઓએ દુનિયામાં મહાત્મા ગાંધીની સફર કયૉના દાખલા આપ્યા. આ પ્રસંગે તુષાર ગાંધી એ ઉપસ્થિત સ્ટુડન્ટના પ્રશ્ર્નોના જવાબો આપ્યા હતા.
અગ્રવાલ મહાવિદ્યાલય દ્વારા સોમવાર તા.૩૦/૦૯/૨૦૨૪ના રોજ બપોરે કૉલેજ ના ઓડિટોરીયમમાં ગાંધી મહોત્સવ -૨૦૨૪-૨૫નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તુષાર ગાંધી વિદ્યાર્થીઓને સંબોધી રહ્યા હતા. આ સમયે ગાંધી જીવન આદર્શ, શ્રમિકો સાથે પદ યાત્રા,ચરખા કાયૅશાળા, ટકાઉ કલા નિર્મિતી, પ્રદુષણ મુક્ત દિવસ, ખાદી પ્રદર્શન, વકૃત્વ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ, કષ્ટ કરી વેશભૂષા વિગેરે વિષયો અને સ્પધૉમાં ભાગ લેનારા વિવિધ મહાવિદ્યાલયના વિધાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના શુભ હસ્તે પારિતોષિકો આપવામાં આવેલ. આ પ્રસંગે કૉલેજના પ્રિન્સિપાલ મન્ના મેડમ, માજીનગર સેવક અનિલ પંડિત, કૉલેજ સંચાલક ઓમપ્રકાશ પાન્ડે, તથા રાજુભાઇ ગવળી,મહાત્મા ગાંધીનાપૌત્ર તુષાર ગાંધી,રોટરી ક્લબના અધ્યક્ષ, પત્રકાર મહેશ દૂબે, વિષ્ણુ કુમાર ચૌધરી મંચ પર ઉપસ્થિત હતા