કલ્યાણ ડોમ્બિવલી મહાનગરપાલિકાના માર્કેટ એન્ડ લાયસન્સ વિભાગ દ્વારા આજે અમૂલ ઘી અને અમૂલ બટરના વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોમીન અબ્દુલ મુનાફ હારૂન રશીદ, રહે. નિઝામપુરા, ભિવંડી અને તૌસીફ ઈકબાલ કાઝી, રહે. ખડક રોડ, તીનબત્તી, ભિવંડીએ માહિતી આપી હતી કે અમૂલ કંપનીનું ઘી અને માખણ ગફૂરર્ડાન ચોકમાં ગેરકાયદેસર રીતે વેચવા માટે આવશે એવી માહિતી સહાયક કમિશનર પ્રસાદ ઠાકુરને મળ્યા બાદ માર્કેટ એન્ડ લાયસન્સ વિભાગના પ્રશાંત ધીવાર અને અન્ય કર્મચારીઓ દોડી જઈ તપાસ કરતાં બંન્ને ઈસમ અમૂલ ડેરીના નામથી ઘી અને માખણ વેચતા હોવાનું જણાયું હતું.
હારુન રશીદ અને તૌસીફ કાઝી બ્રીઝા કારમાં માખણના બે બોક્સ (અંદાજે 30 કિલો) અને ઘીના પાંચ બોક્સ (અંદાજે 125 કિલો) લઈને ફરતા અને કરિયાણાની દુકાનોને સપ્લાય કરતા હોવાનું જણાયું હતું. જ્યારે આ અંગે તેમની પાસે લાયસન્સ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ યોગ્ય જવાબ આપી શક્યા નોહતા. સંબંધિતોએ કુર્લાનુ અમૂલ બટરનું બિલ રજૂ કર્યું, પરંતુ જ્યારે અમૂલ ઘીના બિલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે સંબંધિત ઇસમોએ કહ્યું કે તે ઉપલબ્ધ નથી.
બજાર અને લાઇસન્સિંગ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા માલની શુદ્ધતાની તપાસ માટે સંબંધિત પાસેથી સામગ્રી (અમૂલ બટર અને અમૂલ ઘીની થેલીઓ) જપ્ત કરવામાં આવી છે અને તેને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન થાણે, તથા બજાર પેઠ પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે.